________________
સદીનું જીવન
- સતી સ્ત્રી શીયળના પ્રભાવથી ભયંકર આપત્તિઓમાં પણ નિડર રહી પિતાના પવિત્ર ધર્મનું રક્ષણ કરી શકે છે. હજારે તલવારથી જે રક્ષણ ન થાય તે શાલ સંપન્ન આત્મા શીયલના પ્રભાવથી કરી શકે છે. શીયલના પ્રભાવથી જાજવલ્યમાન અગ્નિ શીતલ થઈ જાય છે. હાલાહલ વિષ અમૃતપણે પરિણમે છે. ભયંકર વિષધર (સર્પ) પુષ્પમાળવત થઈ જાય છે. વિક્રાળ સિંહ હરણુવત દેખાય છે અને ત્રાસજનક આપત્તિ પર્ણ સંપત્તિ રૂપે બને છે. સતી સ્ત્રી પોતાના પતિને ઈષ્ટદેવ માની તેના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેવામાં જ પિતાને આનંદ માને છે. પતિના સુખને માટે પોતાના શરીર વા પ્રાણને અર્પણ કરવામાં પણ પોતાને સુખ માને છે. પતિ એજ જીવન, પતિ એજ આનંદ અને પતિ તેજ ધર્મ માનવ એજ પતિવ્રતા સ્ત્રીનું ખરૂં કર્તવ્ય છે. પતિના વિયોગે અનર્ગલ રુધ્ધિ અને સ્વર્ગીય સુખ પણ તેને તૃણવત ભાસે છે; જ્યારે પતિના સંયોગમાં ભયંકર કષ્ટને પણ તે પરમાનંદ રૂપ માને છે. મહાત્મા રામચંદ્રજી સાથે મહાસતી સીતાજી જ્યારે વનવાસમાં ગયા, ત્યારે સીતાજીના પિતા જનક રાજ તથા તેના બંધુ વનમાં તેને મળવા આવ્યા. કામળ શયામાં શયન કરનાર સકમળ પુત્રીને જોઈ પિતાનું હદય દ્રવિત થતાં તેણે સીતાને કહ્યું કે--વ્હાલી પુત્રી તારી આ દુઃખિત અવસ્થા જોઈ મારું હૃદય સંતપ્ત થાય છે, અહા આવા પવિત્ર નરરત્ન રામચંદ્રજીનું વનવાસનું દુઃખ જોઈ કહેર માણસનું હદય પણ કેપી જાય, તો પછી મને સંતાપથાય તેમાં શી નવાઈ નરરત્ન આપ કૃપા કરી મારૂં ગૃહાંગણ પુનિત કરવા પધારે.” તે સાંભળી રામચંદ્રજી બેલ્યા કે—પિતાજી? આપ જેવાની વિનંતી મારે સ્વીકારવી જોઈએ, પરંતુ મારા શિરછત્રપિતાછ તરફથી પ્રાપ્ત થયેલ વનવાસને સ્વીકાર એ મારી પ્રથમ ફરજ છે. માટે હાલ તે હું આવી શકે તેમ નથી, પરંતુ આપની પુત્રીને આપ લઈ જશે તે હું રાજી છું, રામચંદ્રજીના આ શબ્દથી પ્રસન્ન થઈ જનક રાજાએ પિતાની પુત્રી સીતાને કહ્યું કે- “બહાલી સુતા? તારું શરીર અતિ સુકમળ છે, ટાઢ તડકાનાં દુ:ખે તે કઇવાર વેડ્યાં નથી, પુષ્પ શયામાં પિઢનાર, સ્વર્ગ સમાન મહાલયમાં મહાલનાર, હજારે દાસ દાસીના સુખથી સુખી અને સ્વર્ગીય આનંદ જોગવનાર તારાથી આ વનનાં વિટ સહન થઈ શકશે નહિ, ક્યાં સુગંધી પુષ્પની શા અને ક્યાં કંટક કાંકરા પર શયન ! ક્યાં મહાલયની મજાહ અને જ્યાં વનવાસને વાસ! ક્યાં સ્વર્ગીય સુખ અને ક્યાં જંગલનું દુખ! માટે બેટા ! તારા પતિ વનવાસમાં રહે, ત્યાં સુધી તારા પિતાને ઘરમાં રહી