________________
પતિ સ્મરણ કરતી પ્રભુ ભજન કરે છે અને તારા પતિ રાજ્ય સ્થાને આવ્યા. પછી તેમની સેવાનો લાભ લેવા ભાગ્યશાળી થજે.' પિતાના પિતાનાં આ વચન સાંભળી સીતાજી સ્તબ્ધ બની ગયાં. પોતાના પતિવ્રતા ધર્મને આઘાત આપનારાં પિતાનાં કઠોર વચનથી દુઃખિત થઈ તેણે પિતાને કહ્યું કે પિતાજી? આપ આ શું બોલે છે? સતી સ્ત્રીએ પતિ સુખમાં હોય ત્યારે તેની સેવા કરતાં તે દુઃખમાં હોય ત્યારે બહુજ વધારે સેવા કરવી જોઈએ. પતિના કષ્ટ સમયે પોતાના પિતાને ઘેર દૈહિક સુખ ભોગવતાં પતિવ્રતા ધર્મ, માતાની કુખ અને પિતૃકુળને લજિત કરે એવી સીતાને તમે ધારી તેમ નહિજ બને. વિશ્વને વિલય થાય, સૂર્ય કદાચ પ્રકાશહીન થાય, સમુક મર્યાદા મૂકે, અગ્નિ શીતલ બને, અચલ મેરૂપર્વત ચલાયમાન થાય અને આકાશ પાતાલ એક થાય, તે પણ જનક પુત્રી સીતા ત્રિકાલે સ્વપ્નાંતરે પણ પિતાના સતિ ધર્મથી ભ્રષ્ટ થાય, એ કદાપિ બની શકે તેમ નથી. પતિના વિયોગે પતિની દુખી સ્થિતિમાં તેને છોડી દઈને પિતાના મહાલયમાં મોજ માણનાર–એ રબી નહિ, પણ તે રાક્ષસી વા કુલટાજ કહી શકાય. મહાલયની મોજ માણવા કરતાં તથા સુગંધી પુષ્પની શયામાં પઢવા કરતાં પતિના સંગમાં રહી તેની સેવા કરતી સીતા ભૂમિ શયા વા કંટક શયાથી પણ પોતાને સ્વર્ગીય સુખ ભોગીજ માને છે. પતિ વિરહ વિવિધ સ્વાદિષ્ટ ભેજને કરતાં પતિની શીતલ છાયામાં રહી ઉપષિતપણે વા લક્ષ ભોજનથી પણ અમૃતના સ્વાદ સમાન આનંદ માને છે. પતિના વિરહ માના, પાલખીથી મુસાફરી કરવા કરતાં પતિ સંસર્ગમાં રહી પાદચારીપણુમાંજ સીતા પિતાના આત્માને અહોભાગી માને છે, પતિ વિયેગે સ્વર્ગીય મહાલયમાં રહેવા કરતાં પતિની શીતલ છાયામાં જંગલમાં રહીને પણ તે અત્યાનંદ મેળવે છે, પતિ વિરહે હીરાજડિત આભૂષ
ની શોભામાં મોહિત થવા કરતાં પતિ સમાગમમાં વલ્કલ ધારણ કરી અલંકાર રહિતપણામાં પણ તે દીવ્ય શોભા માને છે, અને પતિ વિયોગે પિતૃવાસમાં રહી સુખ માણવા કરતાં પતિસગે વિકટ વનવાસમાં પણ તે પરમાનંદ મેળવે છે. એમ નિશંક જાણજે.
એ પ્રમાણે પોતાની પુત્રી પવિત્ર સતી સીતાનાં પતિવ્રતા ધર્મભૂષક વચને શ્રવણ કરી આનંદ પામતાં તેને કાટિશઃ ધન્યવાદ આપતાં રાજા જનક પિતાના પુત્ર સાથે સ્વરાજ્યમાં આવ્યું. સીતાજીએ પતિવ્રતા ધર્મ સાચવી રામચંદ્રજી જેવા પરમજ્ઞાની મહાત્માની સેવા બજાવી પોતાના પાવન નામને અમર કર્યું.. ધન્ય છે એવી સતી માતાઓને! કે જેમનાં નામ તથા સચ્ચારિત્રજ આભા- .