________________
અગત્યની સેવામાં રોકાયેલી હોવાથી પેલા ચગીને ભિક્ષા આપવાનું બની શકે તેમ ન હતું. તપસ્વીએ “ભિક્ષાંદેહિ” એમ બીજી વાર તથા ત્રીજીવાર મોટા સ્વરે કહ્યું પરંતુ સતીનું તે તરફ લક્ષ્ય ન હોવાથી તપસ્વી બહુજ ક્રોધના વેગમાં આવી ગયો અને પેલી બગલીને જેમ બાળી નાખી, તેમ તે સતી સાધ્વીને બાળી નાખવા તેણે તે લેફ્સા મૂકી; પણ સતીના નિર્મળ ચારિત્રથી તથા વિશુદ્ધ શીયળથી તેજે લેસ્યા લેશ પણ દહન કરવાને શકિતમાન ન થતાં વરાળ રૂપે આકાશમાં લય પામી ગઈ. પિતાની આવી દીવ્ય શકિત (તેલેસ્યા) નિષ્ફળ થયેલ જાણીને તપવી આશ્ચર્યમુગ્ધ બની ગયો. વિદ્યા નિષ્ફળ થવાથી વ્યાકુળ ચિત્તવાળા તથા આશ્ચર્ય મુગ્ધ થયેલ તપસ્વીને જોઈને મહાસતીએ કહ્યું કે–મહારાજ શું સ્થળે સ્થળે બગલીઓ જોઈ ?” આ વાક્ય શ્રવણ કરતાં જ તપસ્વી સ્તબ્ધ બની ગયો. “અહા ! આ શે ગજબ ? જંગલમાં એકાંત સ્થળે વિદ્યા ફેરવી બગલીને બાળી નાંખવાની વાત આ ઘરમાં રહેલ સ્ત્રીએ કયાંથી જાણું ?” આવી શંકામાં આકુળ થયેલ તપસ્વીના અંતરનું સતીએ શીયેલનું માહામ્ય બતાવી સમાધાન કર્યું અને કહ્યું કે “મહારાજ ! મારા પવિત્ર શીયલ, પતિવ્રતા ધર્મ અને નિર્મળ જ્ઞાનના પ્રભાવથી હજારે દેવતાઓની શકિતઓ સત્તાહીન બની જાય તેમ છે, તો તારી આ સામાન્ય તપશકિતથી ઉત્પન્ન થયેલ વિદ્યા નિષ્ફળ થાય તેમાં આશ્ચર્ય શું છે ? લાક દૃષ્ટિએ લેકેનું માન મેળવવા ‘હું તપસ્વી છું” એવું અભિમાન રાખી જનસમાજને રંજન કરવા સાઠ હજાર વરસ જેટલા લાંબા કાળ સુધી કઠિન તપસ્યા કરી શરીરને સોસાવી હાડપિંજર બનાવ્યું; છતાં કાંઈ વળ્યું નહિ. આટલે વખત જે નિષ્કામપણે લકસંજ્ઞા તથા માનવૃતિ રહિત એકાગ્રપણે વિશુદ્ધભાવે પ્રભુભજનમાં વ્યતીત કર્યો હોત, તો મારા જેવી હજારે સ્ત્રીઓ, પુરૂષો, રાજા મહારાજાઓ તથા દેવના અધીશ્વરે પણ તારા ચરણમાં પિતાનું શિર ઝુકાવત (વંદન કરત) અરે ! આજ જન્મમાં પરમપદ મેળવી શકત. હજી પણ લેકર જન કરવાની ક્ષુદ્ર ભાવનાના મેહથી મુકત થઈ નિષ્કામ પણે પ્રભુ ભજન કરશે, તો અવશ્ય આપ આત્મિક ઉન્નતિ કરી પરમપદના ભગી બની શકશે, અર્થાત મો માર્ગ મેળવી શકશે.' જગલના એકાંતવાસમાં, સિંહ સાદિ ભયંકર પ્રાણીઓના ભયમાં એકાકીપણે રહી હજારો વર્ષો સુધી કઠિન તપસ્યા કરનારને જે આંતરિક જ્ઞાન ન થયું, તે ગૃહસ્થાશ્રમમાં રહેનાર સંસારના માયિક પદાર્થોના સંગ વિયેગની પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કરનાર સ્ત્રીને પતિસેવા-તથા શુિદ્ધ શીયળથી અંતરજ્ઞાન પ્રગટ થયું. હજાર વર્ષની તપસ્યાના બળથી મેળવેલ સિદ્ધિ એક સ્ત્રીના નિર્મળ શીય