________________
અને રેચકપણાનો ગુણ હોય તે દરેકને રેચક થાય, પણ તેમ તે બનતું નથી, જેથી સમજાય છે કે પાચન રેચકની કલ્પના મનની છે. તે જ પ્રમાણે સમસ્ત પદાર્થોમાં સુખ દુઃખની માન્યતા મનાઈ છે, પણ તે મિથ્યા છે. પદાર્થમાં સુખદુઃખપણું નથી; પણ મનની માન્યતામાં છે. માટે વૈરાગ્ય તથા ભક્તિ બળથી તે માન્યતાને લય કરી આત્મબળને જાગ્રત કરવાથી ગમે તેવા સાનુકુળ અને પ્રતિકુળ સંયોગોમાં પણ તેને પરમાનંદ રહે છે. જેથી જ્ઞાનીઓ કહે છે કે સમય પ્રમાણે ચાલનાર હમેશાં સુખી હોય છે.”
શાંતિઃ શાંતિઃ શાંતિ !!!. સતીજીવન વા સદાચારની મહત્તા
અનેક પ્રકારનું દાન આપતાં, સામાયિક પ્રતિક્રમણાદિક ધાર્મિક ક્રિયાઓ કરતાં તથા ઉપવાસાદિ તપસ્યા કરતાં છતાં પણ જો અંતરની શુદ્ધિ ન થઈ તથા વિષય કષાયાદિ દોષોને નાશ ન થે તો તે પ્રવૃત્તિથી આત્મશ્રેય થઈ શકતું નથી. હજારો વર્ષો સુધી તપસ્યા કરનારની વૃત્તિઓ માયિક પદાર્થોની મેહનીમાંથી મુક્ત ન થઈ હેય, બહિરાત્મભાવની નિવૃત્તિ થઈ વૃત્તિઓ અંતર સન્મુખ ન થઈ હોય, તે તે તપસ્યાથી શરીર શોષણ સિવાય બીજું માની શકાય નહિ. કષાય વિષયને ઉપશમ થયા વિના તથા અંતર જાગ્રતી થયા વિના હજારો વર્ષો તપસ્યા કરનાર કરતાં પવિત્ર જીવન ધારણ કરનાર એક સતી સ્ત્રીના આત્મબળની વિશેષતા જોવામાં આવે છે.
એક જંગલમાં કોઈ મહાન તપસ્વી એકાંતવાસમાં નિસ્પૃહી અને નિસંગપણે સાઠ હજાર વર્ષો સુધી ઉત્કૃષ્ટ તપસ્યા કરતાં માસક્ષમણના પારણે સુકાં પાંદડાં વા ફળ કુલ ખાઈ પુનઃ માસખમણ કરતા હતા. એ રીતે હજારો વર્ષો સુધી ઉગ્ર તપસ્યા કરતાં તેમણે પોતાના શરીરને એક હાડપિંજર બનાવી દીધું, તેમાંથી રૂધિર અને માંસ સેસાઈ ગયાં. એકાસને યોગ સ્થિરતાથી સાઠ હજાર વર્ષના દીર્ધ સમયની ઉગ્ર તપસ્યાથી તેમને અનેક સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રગટ થઈ હતી. તપસ્યાના બળથી જીવાત્માને અનેક સિદ્ધિઓ તથા લબ્ધિઓ પ્રગટ થાય છે, પણ જો તેમાં મોહિત થઈ જાય તે આત્માનું અધ:પતન થાય છે. મહાત્મા સુદરદાસજી લખે છે કે- “સિદ્ધિ હૈ સો ઠગારી હૈ.” સિદ્ધિઓ પ્રગટ થતાં જે આત્મા તેમજ આસક્ત બની જાય, તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ મહાન તપસ્વી પણ લબ્ધિઓના મોહમાં લુબ્ધ થવાથી આત્મભાવ ભૂલી જઈ પોતાની મહત્તા બતાવવા, જન