________________
ળના પ્રભાવ પાસે પરાસ્કારને પામી કેવી અદ્દભૂત દશા! તપસ્યાના મદથી ક્લ કાતા અને માન કીર્તિના ભુખ્યા તપાવીને સતીના વિશુદ્ધ શીયળના પ્રભાવથી પિતાની ભૂલ સમજાતા સતીના ૫દપકજમાં શિર નમાવી પિતાની આત્મસિદ્ધિ કેમ થાય, તેને સાચે માર્ગ શોધવા તે કઈ પરમજ્ઞાનીના શરણે ગયે. અંતર જીવન વિશુદ્ધ પરિણામને ન પામ્યું, વૃત્તિઓને જય ન થયે, મેહ માયાના બધોથી મુક્ત ન થવાયું તથા વિષય કષાયની ક્ષીણતા ન થઈ તે બાહ્યાચારે દાન, શીલ, તપ કરનારની દશા આ તપસ્વીના જેવી થાય છે.
માવિના તદરી સિદ્ધિ - યાને
સંકલ્પ બળને જ્ય. - પ્રકાશના નિમિત્તથી અંધકારને લય થાય છે, તેમ સંકલ્પબળથી વિને વા આવરણને લય થાય છે. દશ્ય પદાર્થોનું નિરીક્ષણ કરવામાં પ્રકાશ સહાયક થાય છે, તેમ કાર્યની સફળતા થવામાં ભાવના સહાયક બને છે. ભાવના વિકલ્પ જનિત તથા સંકલ્પજનિત એમ બે પ્રકારે છે. વિકલ્પજનિત ભાવના ચંચળ પરિણામને પામી તેને વિનાશ થાય છે અને સંકલ્પજનિત ભાવના કાર્યની સિદ્ધિ મેળવે છે. લગ્ન મંડપમાં પાણિગ્રહણ સમયે હસ્તમેળાપ કરતાં જે કન્યા ના અંતરમાં એવો વિચાર થાય કે- આ પતિની સાથે લગ્ન સંબંધ કરતાં કદાચ મારી પહેલાં તે મરણ પામશે તે મારી શું દશા થશે?” આ વિકલ્પ જનિત વિચાર (આશંકા ) કરનાર સ્ત્રી લાંબા વખત સુધી પિતાના સૌભાએ સુખને ટકાવી શકે-એ ઓછો સંભવ છે. તેમાં કોઈ પણ સત્કાર્યની સફળતા મેળવનાર છવાત્માના હૃદયમાં “કાર્યસિદ્ધિ થશે કે નહિ ?” એવી શિથિલ ભાવના ઉત્પન્ન થાય તે કદાપિ પણ કાર્યસિદ્ધિ તે કરી શકતા નથી. કાર્ય કરનાર છવાત્માને “અવશ્ય કાર્ય કરવું છે અને તેની અવસ્ય સિદ્ધિ થશે' એમ દઢ સંકલ્પ હોય તેજ તે કાર્યને સિદ્ધ કરી શકે છે. લૌકિક પણ કહેવત છે – તે જાય તે મુઆના (મરવાના) સમાચાર લાવે” અર્થાત ચંચળ ચિત્તની ચલિત વૃત્તિથી વા માનસિક નિર્બળતાથી કોઈ પણ કાર્ય સફળ થઈ શકતું નથી. “ વાતવા િવ ાથે વાધામ ” દેહ પડે તે ભલે પણ કાર્ય તે અવશ્ય કરવું જ છે. એમ દીર્ધ વિચાર પૂર્વક દમનોબળથી કામ કરી અવિકલ્પપણે પ્રવૃત્તિ કરનાર અવશ્ય સિદ્ધિને મેળવે છે, તેથી જ