________________
પુદ્દલ દ્રવ્યમાંથી ઉત્પન્ન થયેલ એક ઘટને પર્યાય છે. તે તે ઘણું કાલ સુધી દેખાય છે. જે કદાચ તે દ્રવ્ય હેય તે ત્રિકાલ રહેવું જોઇએ અને ઘટતો ત્રિકાલ રહેતું નથી, માટે તેને દ્રવ્ય કહેવું કે પર્યાય કહે? . . .
(ઉત્તરદ્રવ્યની ક્રિયા ત્રિકાલવર્તી હોય છે. અને પર્યાયની ક્રિયા હવે સમયુવતી હોય છે. હવે સમવર્તી ક્રિયામાં સમયે સમયે આકારને નાશ થત નિથી, પરંતુ ગુણપણાને નાશ થાય છે. આ પ્રશ્ન સમજવાની પહેલાં બીજું કટલુંક સમજવાનું છે તે સમજાય પછી આને ઉત્તર સમજાશે.
–એક અજીવ એટલે પુદ્ગલ દ્રવ્ય શિવાય બાકીના પાંચે દ્રવ્ય અરૂપી છે અને તે પ્રદેશરૂપે છે, તેથી તે અખંડિત દક્ય છે. કેમકે તેમાંથી જુદા જુદા વિભાગે થઈ જુદી જુદી ક્રિયા થતી નથી. માટે તે અખંડિત હેવાથી તેમાં મુખ્યતવે એજ ક્રિયા થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કેવદ્રવ્ય તે અનંતા, છે તેમાં એક ક્રિયા કેમ છે ? તે તેને ઉત્તર એ છે કે જીવ દ્રવ્ય છે અનંતા પરંતુ તે દરેકની ક્રિયા એક સરખી ચૈતન્યપણાની (જાણવાની) છે તે તેને એક દવ્યરાશિ કહે છે. જદી ક્રિયા થતી નથી, પરંતુ એક જ પ્રકારની જાય છે, તેજ રીતે ધર્મ, અધર્મ વિગેરે પણ અખંડિત દ્રવ્ય હોવાથી એક ક્રિયા થાય છે. તે દરેક દ્રવ્યની જુદી જુદી ક્રિયા નીચે બતાવે છે. . . . . . '
૮–દરેક દ્રવ્યમાં જે જે લક્ષણ બાંધ્યું હોય તે લક્ષણ તેમાં હોવું જોઈએ અને તે એવું હોવું જોઈએ કે તેના જેવું લક્ષણ બીજામાં ન હોય, તો તે દ્રવ્ય અવિરેાધ ગણાય અને સમજનારને સહેલાઈથી સમજાય. જે તેમ ન હોય તે ત્રણ દોષ લાગે છે તે બતાવે છે. •
૧ અવ્યાપ્તિ, ૨ અતિવ્યાપ્તિ, ૩ અસંભવિત. . - ૯-(૧) અવ્યાપ્તિ એટલે જે લક્ષણ જે વસ્તુમાં બાંધ્યું હોય, તે લક્ષણ તેની જાતની દરેક વસ્તુમાં લેવું જોઈએ. જે ન હેય તે અવ્યાપ્તિ દોષ લાગે. જેમકે ધોળી તે સાકર-એમ સાકરનું લક્ષણ બાંધીએ તે જેટલી સાકર છે તે બધી ધોળી હોવી જોઈએ અને તેમ તેમ નથી. કેમકે સાકર તે ધોળી, પીળી, રાતી વિગેરે હેય છે, માટે આવ્યાપ્તિ દેષ લાગે, પણ મીઠાશલક્ષાણુવાળી - સાકરે-એ લક્ષણથી જોતાં દરેક સાકર મીઠાશવાળી છે, માટે અધ્યાણિ - દોષ લાગે નહિ. *
. ૧૦ર) અતિવ્યાપ્તિ એટલે જે લક્ષણે જે વસ્તુમાં બાંધ્યું હોય તે લક્ષણ તે વસ્તુમાં લેવું જોઈએ અને તેના સિવાય તેવું લક્ષણ કેઈપણ બીજી