________________
વિશદ્ધ ક્ત યાને સત્યને જળ. . - શરીર તથા શાસ્ત્રના બળ કરતાં પણ પવિત્ર જીવનનું બળ વિશેષ કામ કરી શકે છે. અગ્નિમાં દહન કરવાની પ્રબળ શકિત રહી છે, છતાં જે તેને રોખથી આચ્છાદિત કરવામાં આવે, તે તે શકિત તિભાવ થાય છે અર્થાત કાર્ય શુન્ય બને છે. પવનના સંચારથી ઉપરનું આચ્છાદન વિલય થતાં નિરાવરણ થયેલ અગ્નિ પ્રકાશ તથા દહનની કાર્યશકિત બનાવી શકે છે, તેમ માયાના આવરણથી આવરણિત થયેલ આત્મસ્વરૂપનિરાવરણ વા નિર્મળ થયા વિના પિતાના દીવ્ય જ્ઞાનને પ્રકાશ થઈ શકતો નથી. ત્યાગ, ભકિત, મુમુક્ષુતા તથા વૈરાગ્યાદિ ઉત્તમ સદાચારોથી ક્ષમા, શાંતિ, સરલતા વિગેરે સદગુણોથી તથા સંતકૃપા અને આત્મિક બળથી માયાના આવરણને લય કરી સચ્ચિદાનંદરૂપ પિતાના સત્ય તથા નિર્મળ સ્વરૂપનો આવિર્ભાવ થવાથી અનંત શક્તિને વિકાશ થાય છે અને કાલેકને દષ્ટ બને છે. કોઈ પણ સાધનથી જેમ ભાષ્યની પ્રાપ્તિ થઈ શકે છે, તેમ કાઈ પણ આત્મિક ગુણ બલવાન પણે પ્રગટ થયો હોય તે જીવાત્મા અવશ્ય મહાન પદ (તત્વ સ્વરૂપ) ને પ્રાપ્ત કરી શકે છે. એક બળવાન દેષ અનેક ગુણનું આવરણ કરી અધઃપતન કરે છે, જ્યારે એક પણ મહાન આત્મ ગુણ ઉત્કૃષ્ટ પણે ઉત્પન્ન થયો હોય તે અનેક દોષોનો નાસ કરી પોતાની સર્વ શકિતને વિકાશ કરે છે, અને તેથી અંતરની ઉન્નતિ થાય છે. એકજ શશી વિશ્વના તાપને શાંત કરે છે, એકજ કેસરીસિંહ વિશાળ વનને કંપાવે છે, તથા એકજ દિવાકર (સૂર્ય) સૃષ્ટિના નિબિડ અધકારનો નાશ કરે છે, તેમ એકજ આત્મગુણથી અજ્ઞાન તિમિરને નાશ થઈ જ્ઞાનશક્તિ ને વિકાસ થાય છે. અગ્નિને કણ પણ લાખ મણ કાષ્ટની ગંજીનો વિનાશ કરે છે, તેમ એક પણ સાચા આત્મિક ગુણથી અનંત આવરણને નાશ થઈ નિરાવરણ એવું સ્વરૂપ પ્રકાશે છે.
- એક નગરમાં ધનાઢય અને ધર્મિષ્ઠ એવો એક શેઠ હતા. તેને એકજ પુત્ર હતા, પણ તે નાની વયમાંજ નીચ સોબતીઓના સંગથી ખરાબ રસ્તે ચડી ગયો. મીણના પુતળા ઉપર જેશથી બીબું મારવા જતાં જેમ તેનું પ્રતિબિંબ પડી જાય છે, તેમ નિર્બળ અંત:કરણની ઉપર સંગત પ્રમાણે અસર થાય છે. તે શ્રેષ્ઠિ પુત્ર દુષ્ટ મિત્રોના સંગથી ચોરી, જુગાર, અનાચાર વિગેરે દુર્વ્યસનમાં આસકત થઇ ગયો. શ્રેષ્ઠીએ તેને ઉન્માર્ગથી બચવા સદબોધ આપવામાં કંઈ બાકી ન રાખી, પણ તેને લેશ માત્ર અસર ન થઈ. એવામાં એક દિવસે પિતા -શ્રેણી મરવા પડ્યા, તે વખતે પિતાના પુત્રની અધમ પ્રવૃત્તિથી તેના હદયમાં