________________
NC
વર્ષમાં અવશ્ય કરી શકશે; પણ પક્ષાપક્ષથી કરવા ધારે, એ તા કદાપિ બનવાનુ નથી. જ્યાં આખા હિંદુસ્તાનના જૈનાની કાન્ફરન્સ છે, ત્યાં નાતના કે ક્રાઇ ગામના, સંધના કે કાઇ સધાડાના ઝગડાઓને કાન્ફરન્સવાળા હાથમાં ધરી ઉન્નતિ કરવા જાય–એ બનવુ સર્વથા અસ ંભવિત છે. કહ્યું છે કે— “ અર્થનિના પ્રોવતિ, ગળાના લઘુવતસામ્, उदारचरितानांतु वसुधैव कुटुम्बकम् " ॥ १ ॥
આ મારૂં અને આ તારૂ એવી સંકુચિત ભાવના સુદ્ર બુદ્ધિ આત્માઓના હૃદયમાંજ રહે છે, પણ ઉદાર પુરૂષોની ભાવના તા વિશાળ હેાય છે, તે સમસ્ત જગતને પોતાનું કુટુંબ માને છે.
ગત વર્ષે ક્રાન્ફરન્સમાં પડિત લાલનના સબંધમાં તેવી સ’કુચિત ભાવના કરી કાન્સના કાર્ય વાહકાએ પાતાની કીર્તિને ઝાંખ લગાડી છે. કારન્સના કાર્યવાહાએ નિષ્પક્ષપાત પણે નિડરતાથી આત્મભાગ આપી કાર ન્સની સેવા બજાવવી એજ તેમનુ સુકર્ત્તવ્ય છે અને જૈન સમાજે પ્રેમ તથા ઉત્સાહથી દરેક પ્રકારે કાન્ફરન્સને તન, મન, ધનાદિ સર્વસ્વ અર્પી સહાય કરવી એ કામની ફરજ છે. જૈન કામમાં આધુનિક જે વિદ્યા હુન્નર કેળવણી વિગેરે સાધનેની ખામી છે, તે ખામી દૂર કરવા સદગૃહસ્થા અને ધર્મ ગુરૂઓએ આપ સમાં રહેલ ઈર્ષ્યા, કુસ`પને છેાડી, ગચ્છ મતની સંકુચિત વૃતિના ત્યાગ કરી માન મોટાઇથી વિરકત બની, કામની ઉન્નતિ માટે ધામધુમની પ્રવૃતિમાં જે ખર્ચ થાય તેના ઉપદેશ દ્વારાએ અટકાવ કરી, કેળવણી આદિસાધનામાં ધનના વ્યય કરાવવા શ્રાવકાને મેધ આપી જૈન સમાજ યા જિન શાસનની સેવા અજાવશે તેા જ કામની અને શાસનની ઉન્નતિ અવશ્ય થશે. તેવી સેવા બજા વવામાં સાવ તથા શ્રાવક વર્ગને અનંત કૃપાળુ પાર્શ્વનાથ પ્રભુ અનંત બળ સમર્પી–એમ યાચના કરી આ લેખ સમાપ્ત કરૂ છુ.. એ શ્રી પાર્શ્વનાથાય નમાનમઃ
" शिवमस्तु सर्व जगतः परहितनिरता भवंतु भूतगणाः दोषाः प्रयांतुनाशं सर्वत्र सुखीभवंतु लोकाः " ॥ १ ॥