________________
ગ્રહ, નક્ષત્ર, ચંદ્ર, દિપક વિગેરેના પ્રકાશમાં જેમ સૂર્યનો પ્રકાશ સર્વોત્કૃષ્ટ છે, તેમ સર્વ વ્રતોમાં સત્ય અને બ્રહ્મચર્ય એ સર્વોત્કૃષ્ટ વ્રત છે. તેમાં સત્ય-એ . બ્રહ્મચર્યથી પણ અધિકતર છે. હસ્તીના પદમાં જેમ સર્વ પદોને સમાવેશ થાય છે, તેમ સત્ય વ્રતમાં સર્વ ને સમાવેશ થઈ જાય છે. '
એક મહાન તપસ્વીએ પિતાના પરમ જ્ઞાની ગુરૂ પાસે સધ પામી, તત્વજ્ઞાન પ્રાપ્ત કરી સત્ય અને બ્રહ્મચર્ય-એ બે વ્રતની પ્રતિજ્ઞા લીધી, અને એક શહેરની બહાર નદીતટે આશ્રમ બાંધીને ત્યાં રહ્યા. પોતે શિવના ઉપાસક હતા, તેથી શિવનું મંદિર બંધાવી ઈષ્ટદેવની વિશુદ્ધ પ્રેમથી સેવા ભક્તિ કરતા. મન, વચન, કાયાના ત્રિધા યોગથી ઉત્કૃષ્ટ પરિણામે સત્ય તથા બ્રહ્મચર્યનું પાલન કરતા; અને પરમાત્મભજનમાં લીન થઈ પરમાનંદમાં જીવન વ્યતીત કરતા હતા. વિશુદ્ધ માનસિક બળથી અત્યંગ્રપણે બંને વ્રતનું પાલન કરતાં હૃદયમાં અત્યંત નિરાવરણુતા તથા નિર્મળતા થવાથી તે બંને વ્રતના અધિષ્ઠાયક (વ્રતપાસક) દેવતાઓ મહાત્માના દઢ વ્રતથી પ્રસન્ન થઈ, તેમની સેવામાં સદાકાળ રહી મહાત્માને સહાય કરતા હતા. નિર્મળ વ્રતોના પુનિત પ્રભાવથી તથા વ્રતપાસક દેવતાની પ્રસન્નતાથી મહાત્માને દીવ્ય પ્રભાવ ચારે દિશામાં પ્રસરી ગયે, અને તેથી સેંકડે ગાઉથી હજારે કે તેમની સેવા-ભકિત તથા દર્શન સમાગમ માટે આવતા હતા. સ્થળે સ્થળે મહામ્ય પ્રસરવાથી હમેશાં હજારે લોકોની મેદની રહેતી, જનસમાજના લાખો મનુષ્યોની આર્થિક, માનસિક તથા શારીરિક પીડાઓ જોઈ મહાત્માનું હૃદય દ્રવિત થતાં લેકેની આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપને દૂર કરવા તે મહાત્મા સવારે સ્નાન સંધ્યાદિ ક્રિયા કરી એક ઉંચા આસન ઉપર બીરાજતા, જેથી હજારો લેકેને મહાત્માનું દર્શન સુગમતાથી થઈ શકતું હતું. મહાત્મા હજારો માણ સોની મેદનીમાં ગંભીર ધ્વનિથી બે કલાક સુધી ધર્મોપદેશ આપતા અને તેમની દીવ્ય વાણીના પ્રભાવથી ઘણું સંકારી છે સંસાર વાસનાથી મુક્ત થવા પરમાત્મ તત્વના પ્રેમી બનતા હતા. મહાત્માશ્રી હમેશાં બે કલાક સુધી ધર્મોપદેશ આપ્યા પછી એક ત્રાંબાકુંડીમાં સ્વચ્છ જળ ભરી, ઈષ્ટદેવના સ્મરણ મંત્રથી જળને મંત્રી આર્થિક અને માનસિક દુઃખથી પીડાતા તથા જલંદર, ભંગદર, તાવ, મરકી, કેઢ વિગેરે ઘણા વર્ષના ભંયકર રેગથી પીડાતા મનુષ્ય ઉપર જલની અંજલિ છાંટવાથી ક્ષણવારમાં પીડામુક્ત થઇ, તે મહાત્માને પ્રેમના ઉલ્લાસથી નમન કરતા પોત પોતાને સ્થાને ચાલ્યા જતા હતા. આ પરે૫કારની પ્રવૃત્તિથી મહાત્માની નિર્મળ કીતિ દેશ વિદેશ ફેલાઈ ગઈ હતી.