________________
. એક દિવસે કોઈ ગૃહસ્થની પતિવ્રતા સ્ત્રી પિતાને પતિ અચાનક રાત્રે નવ દશ વાગે માદ થઈ જવાથી શ્વસુર સ્થાનક કે જે મહાત્માના મંદિરથી
ડેક દૂર નદીના સામા કીનારે એક બીજું શહેર હતું, ત્યાં પીયરથી જવા નીકળી. થોડેક ચાલતાં એકદમ વરસાદ પડવાથી રસ્તામાં ચારે તરફ જળપ્રવાહ પ્રસરી રહ્યો. મેઘાચ્છાદિત કૃષ્ણરાત્રિ, મેઘની ભયાનક ગર્જના, વીજળીના ચમકારા, રસ્તામાં પાણીનો પ્રવાહ તથા નદીને વેગ જોઈ પોતે કઈપણુ ઉપાય અત્યારે નદી ઉતરી સામે પાર જઈ શકે તેમ ન હોવાથી થોડો સમય વિશ્રાંતિ લેવા માટે તે મહાત્માના મઠ પાસે આવી. ત્યાં દરવાજાના બાર ઠોક્યાં અને સાંકળ ખખડાવી. અચાનક ખડખડાટને અવાજ સાંભળી મહાત્મા દરવાજા પાસે આવી બેલ્યા કે – “ઐસી ઘેર રાત્રિમેં ઈધર કૌન હૈ?' એટલે બાઈએ પિતાની હકીકત કહી સંભળાવી અને રાત્રે ત્યાં વિશ્રાંતિ લેવા માટે યાચના કરી. સતીની દીન વાણી સાંભળી મહાત્માને કરૂણા આવતાં કહ્યું કે- “અબળા! રાત્રે એકાંત વાસમાં સ્ત્રીના સંગમાં રહેવું તે અમારા સાધુધર્મને ઉચિત નથી, પરંતુ તારી આ દુઃખમય અવસ્થા જોઈ દયાને લીધે હું તને થડા વખતને માટે મારા મઠમાં આશ્રય આપીશ, પણ મારી એક વાત શ્રવણ કરી ખ્યાલમાં રાખી પછી આ મઠમાં વિશ્રાંતિ લેજે. બ્રહ્મચારી સાધુને દિવસે વા રાત્રે સ્ત્રીના સંગથી દૂર રહેવું જ જોઈએ. આવી મેઘગજિત ઘેર રાત્રે તારા અથવા મારા કર્મથી કદાચકાઈની વૃત્તિ ચલિત થાય, તે પિતાના પવિત્ર ધર્મનું રક્ષણ કરવું વિકટ થઈ પડે, માટે દરવાજે ઉઘડતાંજ આ પાસેના શિવમંદિરમાં પ્રવેશ કરી અંદરથી સાંકળે બંધ કરી દેજે અને સવારે જ્યારે લેકે આવવા લાગે ત્યારે સાંકળ ખોલી તારા ઈષ્ટ સ્થાને ચાલી જજે, જેથી એક બીજાની વૃત્તિને ચલિત થવાનું અને ચલિત થતાં અધ:પતન થવાનું ન બને.” એ રીતે મહાત્માની સધ સૂચક સૂચનાને ખ્યાલમાં રાખી તે અબળા શિવમંદિરમાં દાખલ થઈ, સાંકળ વાસી રાત્રિના ભયંકર સમયને તથા પતિની સેવાને વિચાર કરતી નિકાવશ થઈ ગઈ. મહાત્માએ જ્યારે દરવાજો ખેલી બાઈને શિવમંદિર તરફ જવાને રસ્તો બતાવ્યો, તે સમયે વિદ્યુતને ઉગ્ર પ્રકાશ તે રમણીય રમણીના મુખ ઉપર પડવાથી તેનું લાવણ્ય લલિત મનોહર કાંતિ તથા દીવ્ય તેજ જઈ મહાત્મા સ્તબ્ધ બની ગયા. અબળા શિવમંદિરમાં ગયા પછી મહાત્માએ પિતાના શયન સ્થાન ઉપર આવી સુવાના પ્રયાસ કર્યો, પણ સુંદરીના સુંદર સ્વરૂપના વિચારોથી મહાત્માનું હૃદય ચલવિચલ થઈ ગયું. વ્રત શિથિલ થવાથી અંતરમાં અનેક વિકારજનિત વિચાર આવતાં નિદ્રા આવી નહિ. હજારે સ્ત્રીઓના સંસર્ગમાં આવતાં કઈવાર અણુમાત્ર પણ પિતાની વૃત્તિ ચલિત થઈ ન હતી.