________________
૧૪૨
ના (૨) પુરવા (૩) !” તિ ગુજરાત મિહી નાખ્ય
द्वादशांगी चितवान् । इति प्रथमो गणधरः॥१॥ - શંકા-વિરાર? એ વાક્યથી સિદ્ધ થાય છે કે-ગમનાદિ ચેષ્ટાવાળે
જે આત્મા તે પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને આકાશ-એ પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થઈ તેમાંજ નાશ પામે છે. તેથી પ્રેયસંજ્ઞા નામ પૂર્વ સંસા-પૂર્વભવ છે નહિ, અર્થાતુ આત્મા નિત્ય નથી. જેમ મદામાંથી માંગશક્તિ, જળમાંથી બુદ્દબુદ (પરપોટો ) ઉત્પન્ન ઈ. માંગશક્તિને મદમાં અને બુદ્દબુદને જળમાં સમાવેશ થાય છે, તેમ આત્મા પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ સમાવેશ પામે છે
“અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહિ, આત્મા નિત્ય જણાય.” અવા વિશ્વમાં જે જે વસ્તુઓ રહેલી છે, તે ક્ષણે ક્ષણે પર્યાયાંતરને પામી વિનાશ થાય છે, તેમ આત્મા પણ વસ્તુ છે તેથી તેને પણ વિનાશ થવો જોઈએ અને વિનાશ થવાનો સંભવ રહે તે ગતભવનો અભાવ થાય છે. ગતભવને અભાવ થવાથી ભવિષ્યના ભવની પણ સિદ્ધતા થતી નથી. માટેજ આત્મા ભૂતમાંથી ઉત્પન્ન થઈ ભુતના નાશની સાથે તેને પણ નાશ થાય છે, પણ નિત્ય નથી.
સમાધાન–મહાવીર ભગવંત કહે છે કે –“હે ઇદ્રભૂતિ ! આ તારી શંકા અયુક્ત છે. સાંભળ-વસ્તુમાં આદિ તથા અનાદિ ધર્મ છે. જે વસ્તુનું ઉપાદાન ( ઉત્પાદક છે કારણ તથા નિમિત્ત (સહાયક) કારણ પ્રત્યક્ષ વા પરેશ પ્રમાણથી ઉપલબ્ધ થતું હોય અને તેનો વિનાશ પ્રત્યક્ષ વા બુદ્ધિગમ્ય જણાત હોય, તે વસ્તુઓ આદિ અને અંત યુક્ત હોય છે, પરંતુ જે વસ્તુનું ઉપાદાન કારણ તથા નિમિત્તકારણ કેઈપણ સાધન વા પ્રમાણથી સિદ્ધ થતું ન હોય, વા તેને વિનાશ પણ જણાતો ન હોય તે વસ્તુ અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ છે, જેથી તેને ત્રિકાલે પણ નાશ થતો નથી. તેમ આત્મા દેહજન્ય વસ્તુ નથી, પ્રકાશમાંથી જેમ અંધકારની ઉત્પત્તિ અને અંધકારમાંથી જેમ પ્રકાશની ઉત્પત્તિ થતી નથી, તેમ દેહ વા પાંચ મહાભૂત-એ જડ દશ્ય તો છે, જ્યારે આત્મા ચૈતન્યભાવસંયુક્ત અદશ્ય તત્ત્વ છે, તેથી પાંચ મહાભૂતમાંથી તેની ઉત્પત્તિ. તથા નાશ થતા હોય તેમ જણાતું નથી. દેહની ઉત્પત્તિ તથા નાશ જેમ આત્માના અનુભવમાં આવે છે, તેમ આત્માની ઉત્પત્તિ તથા નાશને અનુ