________________
૧૬૭ યને વિશાળ ન બનાવતાં મતાગ્રહના મલીન સંસ્કારોથી સંચિત કરી બાળ કેના જીવનનો ઘાત કરવામાં ધર્મશિક્ષણ માની બેઠા છે. ધર્મના પુસ્તકે ભણનાર, પ્રતિક્રમણ તથા સંધ્યાના પાઠે ગેખનાર બાળકેમાં ગાળ આપવાનું, અવિનય, ઉદ્ધતાઈ, તેફાન, નિર્બળતા, જડતા, પાપ ભાવના, વિકાર, સ્વાર્થ, અસત્ય વિંગેરે દેષોનો નાશ ન થયો હોય, અધમ સંસ્કારનો લય ન થયો હોય, સદ્દભાવના તથા સદ્દગુણપૂર્વક સત્સસ્કારના દીવ્યાંકુરો ઉત્પન્ન થયા ન હોય, તે તે ધર્મ શિક્ષણ નથી; પણ માત્ર શબ્દ શિક્ષણ છે અને તેવા શબ્દ શિક્ષણથી સાર્થકતા નથી; પણ સમાજ તથા દેશની અધોગતિ છે. જ્યાં કેલેજોના વિદ્યાથીઓ બી-એ અને એમ-એ ના કલાસમાં અભ્યાસ કરતા હોય, ત્યાં તેમને માટે કરેલી બોડીંગમાં પણ દશાની, વિશાની, દેરાવાસીની, સ્થાનકવાસીની, જેનની વા વૈષ્ણવની એવી શુદ્ધ ભાવનાઓનાં શિક્ષણ મળતાં હોય ત્યાં દેશની અધોગતિ થાય તેમાં આશ્ચર્ય નથી. ધર્મગુરૂઓ કાંત શુકપાઠી શિક્ષણ કરાવશે. અથવા તો ભણનાર છોકરાઓને સ્વર્ગમૂહ બતાવી, રાગપાશમાં મેહિત, કરી, મા બાપથી છાની રીતે તેમને ભગાડી કે સંતાડી, શિષ્યના મેહમાં મેહાંધ થયેલા ગુરૂઓ મા-બાપને વિશ્વાસઘાત કરી તેમને મુંડીને ચેલા બનાવશે પ્રાચીન સમયમાં ધર્મગુરૂઓજ જંગલમાં આશ્રમે બંધાવી, ગુરૂકુળ સ્થાપન કરી ત્યાં શિક્ષણ આપતાં, પણ તે ગુરૂઓ પવિત્રાચરણ, નિઃસ્વાર્થી તથા નિષ્કામી હતા, ત્યારે જ તેમના શિક્ષણથી રામ અને યુધિષ્ઠિર તથા સુદામા અને કૃષ્ણ જેવા કે હીનુર હીરા પાકતા હતા. આજે શિષ્ય લેભી ગુરૂઓ છોકરાઓને ભગાડી, પ્રપંચના પાશમાં સપડાવી, લુંટારાઓની ગરજ (મનુષ્ય હરનારા) સારનારા થયા, જેથી તે પવિત્ર પ્રણાલિકાને પ્રાયઃ લોપ થયો છે, આજે તે ભાડુતી શિક્ષણની શાળાઓ અને શિક્ષકો વધી પડયા છે. ભારતમાં
જ્યારે એક દ્રોણાચાર્ય હતા ત્યારે દેશને ઉદ્ધાર કરી શકે તેવા પાંડ પાકયા હતા. આજે સ્થળે સ્થળે દ્રોણાચાર્યો થયા, ત્યારે બે ચાર કે પાંચ સાત ચેપડીએ ભણી જનારાઓની વાત તે દૂર રહી, પણ બી.એ. ની ડીગ્રી મેળવનાર ગ્રેજ્યુએટોને પણ વ્યાપાર કરવામાં બીજાની સહાય જોઈએ છે. નોકરી ન મળતાં પેટ કેમ ભરવું, વા કુટંબ પિષણ કેમ કરવું, નિર્વાહ કેમ ચલાવવો ? તેને માટે ફાંફા મારતા ફરે છે અને છાપખાનાની ઓફીસોમાં ધક્કા ખાવા પડે. છે. અર્થાત છાપાઓમાં (I am graduate and I want a service):
હું બી. એ. છું અને મારે નેકરી જોઈએ છે.' આવા બી. એ. ભણનારા બીકણોથી શું દેશનું દારિક દૂર થવાનું હતું ? બી. એ. જેવી ડીગ્રી,