________________
૧ર. એક શેઠ પઠાણ પાસે લેણું માગતા હતા. તે પિતાનું લેણું લેવા ગયે ત્યારે બે ત્રણ પઠાણોએ ભેગા થઈ શસ્ત્રથી તેને મારી નાખવાનો વિચાર કર્યો. શેઠને જમીન ઉપર પાડી તેની છાતી ઉપર તે ચડી બેઠા. શેઠે હાથ જોડીને પિતાને છોડવા વિનંતી કરી. ત્યારે પઠાણે બોલ્યા કે અમારી પાસે જે કાંઈ માગતો હોય તેની કારકતી લખી આપ અને સામે અમને એક હજાર રૂા. નું ખત લખી આપ, શેઠ બિચારે ક્યાં જાય? ગરજે ગધેડાને બાપ કહેવો પડે, તે પછી આને દાદો કહે તેમાં નવાઈ શું ? પઠાણેએ એમ કહ્યું તેમ કરી આપવા શેઠ કબુલ થયો, એટલે તેઓ તેની છાતી ઉપરથી નીચે ઉતર્યા. શેઠે તરત એક હજારનું ખત લખી આપ્યું, તે વખતે ત્રણ પઠાણેમાંથી એક બેલ્યા
- શેઠ ! આ એકના કહેવાથી તમે એક હજારનું ખત લખી આપ્યું, પણ મને તે વાત સંમત નથી, માટે જે મારી વતી એક મીડું વધારે ચડાવશો તેજ છેડીશ” નહિ તો હું તમને મારી નાખીશ. શેઠ બિચારે ક્યાં જાય? મરણનાં ભયને માર્યો પોતાની ઈચ્છા ન છતાં પણ તેની ઉપર એક મીંડું ચડાવી દશ હજારનું ખત લખી આપ્યું. એવામાં ત્રીજો પઠાણુ બેલ્યો – “શેઠ ! મારી વતી પણ એક મીડું વધારે ચડાવી દ્યો, નહિ તો હું મારી નાખીશ.” શેઠે વિચાર કર્યો કે – “હવે શું કરવું ? જે એક મીંડું ચડાવીશ તે રૂા. થશે લાખ અને મારા ઘરમાં રહેશે રાખ, ઘરબાર વેચીને બા બનવાનો વખત આવશે; પણ શું કરે ? બચાવને બીજો કોઈ ઉપાય જ ન હતું. “જીવતો નર ભદ્ર પામે એમ જાણી તેનું પણ મન રાખવા શેઠે એક મોડું ચડાવીને એક લાખ રૂ.નું ખત તે લખી આપ્યું, પણ મનમાં તે શેઠને રોમે રોમ ત્રાસ અને ચિંતા થવા લાગી, તથા આ સંકટમાંથી બચવા તે યુકિત શોધવા લાગ્યો. છેવટે એક યુકિત શોધીને તેણે પેલા મૂખનંદ પઠાણને કહ્યું કે - “મેં તમને રૂ. લાખનું ખત તે લખી આપ્યું, પણ અમારે વેપારીને ધારો છે કે કેને ખત લખી આપતાં તેની લખામણને એક રૂા. લહીએ. માટે મહેરબાની કરી એક રૂા. મને આપ.” શેઠની ઉપર રાજી થઈને તેને એક રૂા. આપવા ત્રણે પઠાણેએ પિતાના ખીસ્સા તપાસ્યા, પણ તેલડી તડાકા મારે એની ગરીબ હાલત હતી, ત્યાં રૂ. લાવે કયાંથી ? પિતાની પાસે રૂા. ન મળે, એટલે તેમણે શેઠને કહ્યું કે
અમારી પાસે રોકડ રૂ. નથી, માટે આ લાખ રૂ. નું અમોને જે તે ખત લખી આપ્યું છે, તેમાંથી એક રૂા. ને ઠેકાણેથી આ એકડો નિકાલ દે’ શેઠને તે એટલું જ જતું હતું, એટલે એક લાખ રૂ.ના ખતમાંથી એકડે કહાડી નાખી આ બુદ્ધિહીન પઠાણોની ભૂખ માટે મૂછમાં હસતે મનમાં રાજી થતા