________________
મા
( ૫ ) તત્ત્વ રમણતા.
તત્ત્વજ્ઞાન એ મનુષ્યનું પરમ જીવન છે, વા પરમાનંદનું સ્થાન છે, ગ્રીષ્મઢઃ તુના તાપથી વ્યાકુળ બનેલ જીવાત્માને તરવરતી શીતલ છાયા એ વિશ્રાંતિ તથા શાંતિનું કારણ છે, તેમ આધિ ( માનસિક ચિંતા, ) વ્યાધિ ( શારીરિક પીડા ) અને ઉપા ધ ( કૌટબિક પીડા-મેાહજાળ ) ના ત્રિવિધ તાપથી અનંત કાલથી દુ:ખો થતાં, જન્મ, જરા મરણના ભયંકર દુઃખાથી પીડાતાં, સંસાર ભ્રમણ કરતાં, છેદન, ભેદન, તાડન, તર્જન વિગેરે અનેક કષ્ટો તથા આપત્તિએ ના ત્રાસથી કષ્ટ પામતાં મનુષ્યાત્માઓને તત્ત્વ જ્ઞાન-એ સ દુ;ખ તથા પીડાથી મુકત થવાનું, ત્રિવિધ તાપ તથા સંસારના પરિભ્રમણથી છુટવાનુ, પરમ શાંતિનું ધામ છે. માટેજ વિચારશીલ આત્માઓએ હારા લાવણ્યવતી લલનાઓ સ્વર્ગ સમાન મહાલયા, લાખા અને કરેાડા આજ્ઞાંકિત નાકરા, સ્નેહË મીત્રા પ્રેમાળ કુટુંબીઓ, અનĆલ ધન સંપત્તિ અને છ ખંડની રાજ્ય લક્ષ્મી વિગેરેને વિનાશી જાણી તે સર્વને તૃણવત્ ત્યાગ કરી પરમાત્મા ભજન અને તત્ત્વ જ્ઞાનની સિદ્ધિ માટે હજારા મહારાજાએ જંગલમાં ચાલ્યા ગયા. સર્વ ધર્મનું તત્ત્વજ્ઞાન છે. માયાના આવરણાને લય કરી પેાતાના આત્મ સ્વરૂપના અનુભવ કરવા તેને જ્ઞાનીએ તત્ત્વજ્ઞાન કહે છે. જૈન શાસ્ત્રકાર જણાવે છે કે‘ માં નાર્ તે સન્ત્ર નાર્’ જેણે એક આત્માને જાણ્યા તેણે સર્વને જાણ્યું. સેનાપતિ વિનાની લાખા માણસાની સેના જેમ નિષ્ફળ છે, રાખ્ત વિનાની કરાડા માણસાની પ્રજા જેમ નકામી છે, પતિ વિના સ્ત્રીનુ જીવન જેમ નિષ્ફળ છે, સૂર્યના પ્રકાશ વિનાની રાત્રિ જેમ ભયંકર છે, ચક્ષુ વિનાનું જીવન જેમ કષ્ટદાયી છે, વન વિનાનું શબ જેમ મીન ઉપયાગી છે, તેમ આત્મજ્ઞાન વિના તપ જપ તથા વ્રતાદિક સર્વ સાધના નિષ્ફળ, કષ્ટદાયી અને સંસારની વૃદ્ધિ કરનારાં છે. ભકતાત્મા નરસિંહ મહેતા પણ જણાવે છે કે
t જહાં લગી આતમા તત્ત્વ ચિન્હા નહિ,
તહાં લગી સાધના સર્વ જ્યૂડી.”
હીરા માણેક જિત હજારા આભૂષા હાય; પણ જીવન વિનાના મડદાને તે નકામાં છે, તેમ આત્મજ્ઞાન રૂપ જીવન વિનાના તપ જપારૂિપ આભૂષણા પણ ભારભૂત છે. માટે જ્યાંસુધી માયાના આવરણાથી છુટા થઇ, દેહાધ્યાસબુદ્ધિના લય કરી, સ્વરૂપાકાર વૃત્તિમય બની પેાતાના સ્વરૂપને ઓળખ્યા વિના આત્માના સાક્ષાત્કાર કરી અનુભવ જ્ઞાન થયા વિના સર્વ સાધના નિષ્ફળ જાય છે. આત્મજ્ઞાન વિના મનુષ્યાની ખાદ્ય કરણીએ એકડા વિનાના મીંડા જેવી
થાય છે.