________________
થત શેઠ પિતાના સ્થાને ચાલ્યો ગયો.એકડા વિના હવે ત્રણ મીંડાં તો શું પણ પાંચ પચીશ મીંડાં ચડાવે એ નકામાં છે. તેમ સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ, સંધ્યા, દાન, પુન્ય વિગેરે રૂ૫ મીંડાને જે જીવો વધાર્યો કરે છે; પણ જે આત્મજ્ઞાન રૂપ એકડે ન હોય તે નરસિંહ મહેતે કહે છે તેમ–તહાં લગી માધના સર્વ જડી” ત્યાં લગી બધું ફેતરાં ખાંડવા જેવું થાય છે. હજારો માણ સેની જાન લઈ જનારને જે જાનમાં વર ન હોય તે કન્યાની પ્રાપ્તિ થતી નથી. તેમ હજારે બાહ્ય ક્રિયાઓ પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિને લઈનેજ સફળ છે વા સાધક છે. તપ, જપ તથા રતાદિક અનેક સ&િયાઓ કરી, સત્સાધન સાધી, સાધુ સંતના સમાગમ કરી, હજારો શાસ્ત્રો શ્રવણ કરી તેમજ વાંચન તથા અભ્યાસ કરીને પણ જીવને કરવાનું માત્ર એકજ એ છે કે આવરણ કર્મને લય કેમ થાય, તથા આત્માનો અનુભવ કેમ થાય ? સુવર્ણની સાથે જેમ ધૂળ ને મેલાપ થાય છે, તેમ અનાદિકાલથી આત્માને અનંત કર્યાવરણોનો સંબંધ થયો છે. ખાર તથા સંશોધનના સાધનોથી સુવર્ણકાર (સોની) ધૂળ તથા કાટને અલગ કરી શુદ્ધ સુવર્ણને ભિન્ન કરે છે, તેમ સંપુરૂષ રૂપ સુવર્ણકારના સદ્દબોધરૂપ ક્ષાર અને આત્માના ઉત્કૃષ્ટ પુરૂષાર્થરૂપ અગ્નિ વિગેરેના સાધનોથી કર્યાવરણરૂપ કાટને અલગ કરી આત્મારૂપ સ્વચ્છ–શુદ્ધ સુવર્ણને પ્રગટ કરવાથીજ આમાનું શ્રેય થાય છે. વેદાંત શાસ્ત્રકારે મળ, વિક્ષેપ અને આવરણ એ ત્રણે દેષોથી મુક્ત થતાં તત્વજ્ઞાન થવાનું જણાવ્યું છે. અને જૈન શાસ્ત્રકારોએ-મિથ્યાત્વ (મળ) અજ્ઞાન ( વિક્ષેપ) અને મોહ (આવરણુ) એ ત્રણ દેવથી મુક્ત થતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાનું જણાવ્યું છે. છેટેથી કંઈ શ્યામ વસ્ત્રધારી પુરૂષ આવતો હોય ત્યારે દૂર પ્રદેશ તથા કાળાં વને લઈ દષ્ટિભ્રમ થવાથી પુરૂષ છતાં તેને સ્ત્રી માની બેસે છે, જયારે તે પાસે આવ્યા ત્યારે સ્ત્રીપણાનો સંકલ્પ લય પામે, અને પુરૂષને. મૂળરૂપે ઓળખ્યો. જ્યારે પુરૂષને સ્ત્રી માની બેઠા હતા, ત્યારે તે પુરૂષના પુરૂષત્વનો નાશ અને સ્ત્રીત્વની ઉત્પત્તિ થઈ ન હતી. એ તો જેમ હતો તેમજ છે અને તેમજ રહેશે, પણ દૃષ્ટિભ્રમના દોષથી જેનારે તેને પ્રથમ સ્ત્રીરૂપે જાણે, પાસે આવતાં દૃષ્ટિભ્રમને લય થવાથી તેને મૂળરૂપે ઓળખે તેમ અનાદિ કાલના ઉપરોક્ત (મિથ્યાત્વ, અજ્ઞાન, મેહ) ત્રણ દેષોને લઈ માયાના આવરણે આવવાથી અંતર દષ્ટિને આત્મા છેઠે પડી ગયો જેથી આવરણ દોષરૂપ દૃષ્ટિભ્રમ થયો, દૃષ્ટિભ્રમ થવાથી દેહાધ્યાસબુદ્ધિ અને જગદાકાર વૃત્તિરૂપ આત્મા ઉપર રહેલાં કાળાં વસ્ત્રને જોઈ “આ આત્મા છે એમ મૂળ સ્વરૂપ
૨૫