________________
२२०
છાપામાં છપાવ્યુ` કે— મહારાજશ્રીજીના લગ્ન ( મહાત્સવ ) ની ધામધુમ ઉપર સેંકડા ગાઉથી સે કડા ગામના હજારા માણસા ભેગા થયા હતા અને હમેશાં ગુરૂ મહારાજશ્રીજીની દીવ્ય ધ્વનિ ( મધુરી વાણી ) ના લાભ લઈ શકતા હતા. ’ મહારાજ શ્રી કેળવણીના ચુસ્ત હીમાયતી હતા. તેમણે હજારો માણસાની સભામાં કેળવણી વિષે એવું તેા અસરકારક ભાષણુ આપ્યુ કે— શ્રોતાઓના હૃદયમાં તે ઓતપ્રોત થઈ ગયું, અને તેજ વખતે ખસેા રૂા. જેવડી મેાટી રકમ કેળવણી માટે થઇ. કેળવણી ખાઈ ! તારાં તા ભાગ્ય ઉધડીજ ગયાં, આવા કેળવણીના ચુસ્ત હીમાયતી ધર્મગુરૂઓ જે દેશમાં પડ્યા છે, અને ખસે ખસા રૂા. જેવડી મોટી મોટી રકમા ભેગી કરે છે, છતાં પ્રોફેસર પ્રાંજપે જેવા સમર્થ વિદ્વાના · કેળવણીની ખામી છે ખામી છે' એમ તે રાણુાં શા માટે રાતા હશે ? તે લેશ માત્ર પશુ મને । સમજાતું નથી. કેળવણીના આવા ચુસ્ત હીમાયતી કે જે બસેા ખસા રૂા. જેવડી મોટી રકમેાનું ક્રૂડ કરનાર આચાર્યશ્રીને કાઈ માટી કાલેજમાં પ્રિન્સીપાલની } હેડમાસ્તરની જગા સરકારે આપી હાત, તેા કેળવણી ભાઇનાં ભાગ્ય પૂર્ણ ઉઘડી જાત, અને પ્રા. પ્રાંજપે જેવાને કેળવણીની ખામી છે, એમ રાણુાં રચવાનુ` પણ ટળી જાત, માટે યુનીવર્સિટીના કાર્યવાહાને કદાચ આવા ચુસ્ત હીમાયતી આચાર્ય ખ્યાલ મ્હાર રહી ગયા હાય તા તેમનું ધ્યાન ખેંચવા માટે આ પ્રયાસ સફળ થયા ગણાશે. આચાય - શ્રીના ખેાડીગાર્ડ આ પ્રમાણે કેળવણીના હીમાયતી મહારાજની હીંમત પ્રદર્શિત કરે છે, ત્યારે ખીજી તરફથી એક શખ્સ, આચાર્યશ્રીની પઘ્વીમાં થયેલ ધામમનુ' સરવૈયું છાપી જણાવે છે કે મહાત્સવ જમણુ આદિમાં લગભગ માત્ર એકજ લાખ અને ઉપર એ ચાર હજાર જ ખરચ થયા છે. ' આ ઉપ રથી વિચારશીળ આત્માઓ સમજી શકશે કે—આધુનિક સમયમાં આવી ધામધ્રુમની પ્રવૃત્તિમાં લાખાનું પાણી કરતા ધર્મગુરૂઓ કેળવણીના હીમાયતી છે કે લાડવણી ( લાડુ કે વાહ વાહ કહેવરાવવા ) ના હીમાયતી છે, તે સમજવાનુ કામ વિચારશીલ આત્માઓને સાંપુ છુ.
મતાગ્રહથી ગુંથાયેલા કેટલાક ધર્મગુરૂઓ જમાનાના વાતાવરણના સંગથી દેખાદેખીએ વ્યાખ્યાનાદિ જાહેર પ્રસગામાં ઐક્યતાના વિચારશ જણાવી મહારથી પોતાનું અભેદપણું પ્રદર્શિત કરે છે, પણ જ્યાંસુધી હૃદયમાં સંપ્રદાય માટે મતની મમત્વ ભાવના, સાચવ્રુત્તિ આદિ ક્ષુદ્ર વાસના રહેલ છે. ત્યાંસુધી હૃદય ભાવિ શુદ્દાચરણ વિના અર્થાત્ આંતરિક ભિન્નતા વિના માત્ર શબ્દભાવમાંજ અભેદભાવ જણાવવાથી જનસમાજનું શ્રેય