________________
થઈ શકતું નથી, અર્થાત બહાર જ્યારે ઐક્યતા જણાવે છે, છતાં અંતરથી સંધાડા સંધાડાની ભિન્નતા, બીજા ગચ્છ સાથે ભિન્નતા, વંદન વ્યવહાર તથા ઉતરવાની કે આહાર પાણીની ભિન્નતા, એક બીજાની સાથે હળી મળીને ચાલવાની ભિન્નતા, પોતાનું મંડન અને બીજાનું ખંડન કરવાની પ્રવૃતિ, એક બીજાના સંધાડા, ગ૭ કે સંપ્રદાય સાથે અરૂચિ કે અમેળાપપણું રહેલું છે, ત્યાંસુધી શબ્દો બેલી થુંક ઉડાડવાથી અલ્પાંશે પણ સમાજનું શ્રેય સાધી શકાતું નથી. પારસી કામ દરેક કામ કરતાં નાની છે, છતાં તે કામમાં જેટલી કેળવણી, વિદ્યા, ધન, સંપત્તિ હુન્નરકળા કે જ્ઞાતિ પ્રેમ અને ડીગ્રીએ આદિ સાધનોથી જે કામની ચડતી જોવામાં આવે છે. તેના સેમા હિસ્સાની ચડતી તે કામ કરતાં દશ ગણી મોટી જેને કામમાં પણ જોવામાં આવતી નથી. એ શું એવે છે, શાસનની ઉન્નતિ કે અવનતિ ? તે દીર્ધ દૃષ્ટિથી વિચારતાં સુગમતાથી સમજાય તેવું છે. જમણવાર કરનાર જૈનભાઈઓ સમજે છે કે “અમે સ્વામિવાત્સલ્ય એટલે સ્વામિં પ્રીતિ વા ભક્તિ કરીએ છીએ.' સ્વામિભક્તિ માત્ર લાડવા ખવરાવી વાહ વાહ કહેવરાવવાથી જ થતી હોય તે પછી બીજા સત્સાધનેની જરૂરીઆત રહેશે નહિ. જેને સ્વામિભાઈ કે સ્વધર્મબંધુ માને છે, તેની સાથે સ્થાનકવાસી કે દેરાવાસીપણાની ગચ્છ કલ્પના, ને તપગચ્છ, ખરતર ગચ્છ વિગેરે ગની ભિન્નતાને લઈ, સંધાડા સંપ્રદાયની ભિન્નતાને લઈ સાધુ સાધુઓ સાથે, સાળી સાધ્વીઓ સાથે અને શ્રાવક શ્રાવિકા સાથે કલેશ, ઈર્ષ્યા, કુસંપ આદિ ઝઘડાઓથી કઈકજ ગામ કે શહેર બચવા પામ્યું હશે. ધન, કુટુંબ આદિ સ્વાર્થભાવનાઓના પિષણ માટે સ્વામીભાઈને દ્રોહ કરતાં, તેને પાયમાલ કરતાં, તેની સાથે ઈષ્યો કલેશ રાખી વૈર બાંધતાં સ્વામિભક્તિને ક્યાંય સુવાડી દે છે અને પિતાની માન પ્રતિષ્ઠા મેળવવા, વાહ વાહ કહેવરાવવા માત્ર લાવા ખવરાવતાં સ્વામિભક્તિ માનનારા ઈષ્કળ આત્માઓ શાસનની ઉન્નતિ કરવાને ખાલી ડોળ રાખી શાસનને અવનતિના ઉંડા ખાડામાં ધકેલી પડે છે. એ માનથી અંધ બનેલા સ્વામીભાઈ નહિ; પણ સ્વામીવાતી જીવાત્માઓને કયાંથી સુજે ? સ્વામિભક્તિ તમારાથી લાખે નહિ પણ કરડે ગાઉ દૂર છે.
પ્રભુ મહાવીર દેવે ગૃહસ્થાશ્રમમાં માતૃ સ્નેહ ભ્રાતૃ સ્નેહ, રાખી જે નીતિના પ્રેમસૂત્રને સાચવ્યું છે, એજ પ્રભુના જીવનની અલૈકિક-અપૂર્વ મહત્તા પ્રદર્શિત થાય છે. માબાપને રખડાવી મૂકી કુટુંબ સાથે કલેશપણે વર્તનાર પ્રથમ ગૃહસ્થાશ્રમમાં પણ જેનું જીવન પ્રેમથી નીતિસંપન્ન બન્યું નથી, સ્વાર્થ