________________
૨૧૯
ચાર વિગેરેમાં કાં તમારી કરેલ ઉન્નતિને પ્રકાશ જોવામાં આવતા નથી ? તેથી સાડા ત્રણ જૈન છાપા શિવાયના બધા છાપાવાળાઓની દષ્ટિ ઘુવડના જેવી થઈ ગઈ છે કે શું? કે જે તમારે પ્રકાશજ બીજે ક્યાંય જોવામાં આવતો નથી. માત્ર તમારા જૈન, તે પણ સૌ સૌના પક્ષના અને વાડાના છાપાઓમાં ઉન્નતિને પ્રકાશ (શબ્દરૂપે છે, કાર્યરૂપે નહિ) દેખાય છે. જૈન ધર્મનું અભિમાન રાખતા પૂજ્ય ધર્મગુરૂઓ ! અને જેન બંધુઓ! ચેતે, ચેતે, હવે વરડાઓ કે જમણવારમાં હજારે રૂા. ખરચી તથા જ્યાં પૂરી ભક્તિ કે સાચવણી પણ ન થઈ શકે તેવા બે ચાર પાંચ ઘરમાં પણ દેખાદેખીથી દેરાસરો કરાવી, લાખો રૂા. નો નિરર્થક વ્યય કરી ભુખે મરતી જૈન પ્રજા તથા ભારત પ્રજાની ભુખમાં કાં વધારે કરો છો ? જેન પ્રજા વા આય દેશની પ્રજામાં જ્યારે સ્થળે સ્થળે અરે ! ગૃહે ગહે લક્ષ્મીની રેલમછેલ થતી હોય, ત્યારે એક નહિ પણ દિવસમાં પચીશ જમણવાર. અને પચાશ વરઘોડા ચડાવી આનંદ પામો, પણ હમણું તે દયા લાવી ભુખે મરતી આર્ય દેશની પ્રજાની ભુખમાં વધારો કરવાની પ્રવૃત્તિ બંધ કરે! બંધ કરો !! નામદાર બ્રિટીશના રાજ્યમાં હવે તમારી પાસત્તા નહિ ચાલે, માટે ચલાવતાં વિચાર કરો અને તમારી મેળે જ સંકેલી લ્યો નહિ તો પાંચ પચીશ કે હદ તો પચાસ વર્ષમાં હાજી હા કરનાર જુના ઘેટાઓને લય થતાં અને વિચારબળનો સર્વ સ્થળે ફેલાવો થતાં જમાનો તમને ખરા ખવરાવી, જેમ પોપગુરૂઓને દયિામાં પધરાવી દીધા, તેમ તમારી દશા ન થાય. માટે પ્રથમથીજ ચેતતા ચાલે કે ભવિષ્યમાં પસ્તાવાને સમય ન આવે. અત્યારે વળી કેટલાક ધર્મગુરૂઓની ખૂબી એર તરેહની દેખાતી જણાય છે. તેઓ જુના સંસ્કારના માણસો ઉપર તે પોતાનું સામ્રાજ્ય ટકાવી રહ્યા છે, પણ આધુનિક કેળવાયેલા અને જમાનાથી ઘડાયેલા યુવકે ઉપર પોતાની મહત્તા જમાવવા તેમણે ઠીક રસ્તો શોધી કહાડ્યો છે. તેઓ પોતાના રાગીઓ પાસે પાંચ પચીશ હજાર રૂા.કઈ એક લાયબ્રેરી કે બેડગ આદિ સામાન્ય સંસ્થા ખોલવા માટે ખરચાવી જમાનાના હિમાયતીપણને ફાંકા રાખતા ફરે છે અને તેના કરતાં દશ ગણ રૂા. તેના તેજ જમાનાના જેગી કહેવાતા મુનિ મહારાજ પાછા મેટાઈ મેળવવા તથા પિતાની મહત્તા દર્શાવવા બે ચાર મહોત્સવ, પાંચ દશ વરઘોડા અને પાંચ દશ જમણવાર કરાવી જેન પ્રજાની ભુખમાં વધારે કરતાં વિચારને ગિરવી મૂકી આવતા હશે કે શું ? તે સમજાતું નથી. કેઈ પણ આત્મા ઉપર હું ટીકા કરવા માગતે નથી, પણ દષ્ટાંત પ્રસંગે દિલગીરી સાથે જણાવવું પડે છે કે-એક મુનિરાજને આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે તેના બોડીગાર્ડ (અંગરક્ષક)