________________
રર૩
ગાડરની જરૂર નથી, પણ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી, હરિભસૂરિજી, ઉપાધ્યાય મહારાજ શ્રીયશવિજયજી, સ્વામી વિવેકાનંદ તથા મહાત્મા સ્વામી રામતીર્થ જેવા બુદ્ધિમંત, બલવંત, પ્રેમ જીવનથી રંગિત, આખા જગતને પરમાત્મ દષ્ટિએ જેનાર, સંસારમાં પણ સત્ય, નીતિ યુત શુદ્ધ જીવન ગાળનાર મહાત્માઓની જરૂર છે, દારિદ્ર દૂર કરવાની ઈચ્છા કરનારે પીપળાના વૃક્ષને સેવી તેની પાસે યાચના કરી અમૂલ્ય સમય નિરર્થક ગુમાવવા કરતાં કલ્પવૃક્ષની સેવા કરવામાં જ સમય વ્યતીત કરવો જોઈએ કે જેથી દારિક દૂર થાય.
દીક્ષા લીધા પછી ન્યાય વ્યાકરણના માત્ર શબ્દો ગોખી “ધર્મોપદેશો જનરંજનાય” એમ કરવાથી સમાજનું શ્રેય થતું નથી, પણ જીવનને સદાચરણ બનાવી પરમ ભક્તિ, વૈરાગ્ય અને પ્રેમથી ત્રિધાગે પરમપદની ઉપાસના કરી પરમ તત્વ મેળવ્યા પછી જે હદયમાંથી નિષ્કામી શુદ્ધ પ્રેમમય દીવ્ય વાણીને ઝરો વહે છે, તેથી જ સમાજ શાંતિ આનંદ અને શ્રેયના માર્ગે ચડી શકે છે.
હાલમાં વિદ્યા અને ડીગ્રીઓની ઉપાધિઓમાં મસ્ત થયેલા કેટલાક ગ્રેજ્યુએટ યુવકે ગુપ્તપણે વા પ્રસિદ્ધપણે એવી ફરીયાદ કરે છે કે- જેનસમાજ દિવસે દિવસે દરેક પ્રકારે ક્ષીણતાને પામે છે, માટે આપ ધર્મગુરૂઓ સમાજની દાઝ લાવી તેની ઉન્નતિ થાય તેવા રસ્તાઓ બતાવે.’ પણ તેમની એ ફરીયાદ સાંભળે છે કોણ? (જો કે દરેકને માટે મારું કહેવું નથી, પણ ઘણે ભાગે તે ખચીત પીપળાની સેવાથી દારિદ્ર દૂર કરવા જેવું ઈચ્છે છે. જે ગ્રેજ્યુએટ સ્વામી રામતીર્થ કે સ્વામી વિવેકાનંદના દાખલાને પોતાના હૃદયમાં ઉતારે, પિતે બી. એ. કે એમ. એ. સુધી ભણું પિતાનું જીવન સત્ય નીતિ અને પ્રેમયુક્ત પવિત્રપણે ગાળી ધર્મગુરૂ બને, તો જેને સમાજનું શ્રેય અને ઉન્નતિ થતાં હું નથી ધારતો કે બે ચાર વર્ષ કરતાં વધારે વખત લાગે ! પણ ભાઈ સાહેબ પિતે તે સુધારાના ફાંકડા ફક્કડ બની “ખાના પીના ખેરશલ્લા એર ધીંગાણું બહેત કરના” બુટ સ્ટોકીંગ તથા કેટ પાટલુનમાં ઇસ્કીટાટ થઈ ફરેતા હોય, વિષયવાસનામાં તથા દેહ સેવાનાં સાધને મેળવવામાં જ જીવન વ્યતીત કરતા હોય અને સુંઠને કાંકરે મળતાં ગાંધી બને” એ કહેવતની માફક બે શબ્દો જાણનાર પાસે શાસન ઉન્નતિ કરાવવા ધારે–એ મધ્યરાત્રે સૂર્યનું તેજ મેળવવા જેવી અસંભવિત આશા છે. આ વિચારથી કદાચ કોઈને ખળભળાટ થાય કે ત્યારે શું આ બધાએ ખોટા છે? અમો કાંઈ પણ કરી શકતા નથી ?