________________
૨૧૩ બળની સત્તાથી મેહજનિત પદાર્થો, ભાવના તથા સગોને વણવત ગણું ત્યાગી થઈ જગતના શ્રેયને માટે પ્રમાદ નિદ્રામાંથી મુક્ત કરવા પિતાને સર્વસ્વ આત્મભેગ આપી આર્ય દેશમાં દયા શાંતિ પ્રેમ સદ્દભાવના આદિ અપૂર્વ સદ્દગુ
ને ઝરે વહેવરાવી ભારતક્ષેત્રની જાહોજલાલી કરી રહ્યા હતા. પચીશ વર્ષ પહેલાં સર્વ પ્રભુ મહાવીર અને મહાત્મા બુદ્ધ ભગવાન આ માત્ર બેજ આત્માઓ સમસ્ત આર્યાવર્તમાં આનંદ, શાંતિ અને પ્રેમ વર્તાવી રહ્યા હતા. ત્યારે આધુનિક સમયમાં તેજ મહાવીરના શાસનમાં વર્તનારા તેજ મહાવીરના પુત્ર તથા અનુયાયીપણને દા કરનારા, આયે દેશની વાત તે દૂર રહે, પણ મુઠ્ઠીભર કહેવાતા જૈન સમાજનું શ્રેય સાધવા ૫ણ શક્તિમાન બનતા હોય તેમ વિચારશીળ આત્માઓની સુક્ષ્મ બુદ્ધિ તથા દષ્ટિએ જણાતું નથી, તેનું શું કારણ?
.. મહાવીરના પુત્રપણને દાવો કરનારાઓએ પ્રથમ મહાવીર-જીવનને આદ્યત સુધી વિચારી સુક્ષ્મ દૃષ્ટિએ અવકન કરી જવાની અવશ્ય જરૂર છે. પ્રભુના જીવનની ખરી સત્યતા સમજ્યા વિના તેના પુત્રપણાને દા રાખી તેના માર્ગને પ્રબેધવા જતાં ઉલટું પરિણામ આવે છે, એ વિચારશૂન્ય આત્માઓને ક્યાંથી સમજાય? ભગવંત મહાવીરનું જીવન ચિતરવા આ સુક આત્માની અલ્પ શક્તિએ અસંભવિત છે, તથાપિ વિચાર પ્રસંગે તેમના જીવનની યત્કિંચિત આલેખના કરવાથી લેખનો મૂળ હેતુ સિદ્ધ થવા સંભવ રહે છે. જેથી જણાવવું પડે છે કે–પ્રભુએ માર્ગને જેમ અનુક્રમે બે છે, તેજ પ્રમાણે પિતે અનુક્રમની સંક્લનાએ વજ્યાં છે.
વ્યવહાર માર્ગ અને પરમાર્થ માર્ગની જે ભિન્નતા દર્શાવી છે, તે સાધન સાધ્યની અપેક્ષાએજ ભિન્નતા ઉપલબ્ધ થાય છે, વસ્તુ અભેદ સ્વરૂપમાં વિચાર ભિન્નતા, બોધ ભિન્નતા, દષ્ટિ ભિન્નતા, કારણ કાર્યરૂપ પ્રવૃત્તિ ભિન્નતાદિ-ભિન્નત્વપણાને વિલય થાય છે, પરંતુ તથા પ્રકારે અભેદભાવ સ્વરૂપ પ્રકાશિત થયા વિના તે સ્વરૂપ ભાવની પ્રાપ્તિ માટે સાધન સાધ્ય આદિ નિત્ય ઉપકારક છે, પણ ઉપકારક સાધને દષ્ટિની ગતિના આધારે જ રહેલા છે.
આસવા તે પરિવા, પરિસવા તે આસવા” એજ પ્રાધ્યાગ આચારાંગજી સૂત્રનું પરમ પવિત્ર વાક્ય સિદ્ધ કરે છે કે સ્વરૂપની શન્યતા તથા વિચાર વિવેકાદિ સદ્દભાવની શૂન્યતાથી “જાવાનુ તિવશે ”એવાક્ય પ્રમાણે ગાડ. ના ટોળાની માફક બહિરાત્મભાવે કરેલી વા સેવેલી સાધન-~તિ પણ સાધકરૂપ એટલે કર્મ નિર્જરવા રૂપે થાય છે, કેમકે બંધ મેક્ષની અતિ શુભા