________________
-
જૅમ ઉતાવળ કરવાની શી જરૂર છે ? દીક્ષા લેનાર ઉમેદવારને એક એવ સાથે રાખી તેની પૂરતી તપાસ કર્યો પછી દીક્ષા આપતા હૈ। તે। શું થાય ? ” પરંતુ તેવા મમુદ્ધિ પ્રાકારાને ખ્યાલમાં ક્યાંથી હોય કે—જે દેશમાં પુરૂષ વના વધારા હાય અને સ્ત્રીવર્ગની બહુજ ખામી હાય તે દેશમાં કન્યાની ત્વરા બહુજ જણાય છે. ‘ કુંવારી કન્યાના સા ધણી ’ એ કહેવતની માફક જો એક બે વર્ષ સાથે રાખે તે દરમ્યાન કદાચ દીક્ષા લેનાર પોતાનુ શિથિલતાદિ પ્રવૃત્તિનુ* પાગળ જોઈ જાય વા ખીજે ાઇ સાધુ ઉપાડી જાય, તેા અરર ! ગંજન્મ થાય તે ! કરી કમાણી ધુળમાંજ મળી જાય ને ! કેમકે મેક્ષપણુાનું રંજર ખત આવા માહલુખ્ય શિષ્યલાભી ગુરૂ પાસેજ હશે કે જેથી એમને આટલી બધી ફીકર રહે છે કે— મારી પ્રેરણાથી પ્રેરિત થયેલ જો ખીજે દીક્ષા લે, તા મારી આબરૂ જાય અને દીક્ષા લેનારનું અકલ્યાણ થાય. ' માગલાઇ રાજ્યામાં જેમ હિંદુઓની કુંવારી કન્યાઓ ઉપર વિષયક્ષુબ્ધ કેટલાક મોગલા જુલમ કરી તેને ઉપાડી પરણતા, ત્યારે હિંદુ લોકો તેવા અધમં જુલ્મથી બચવા માટે નાની વયમાંજ કન્યાઓને પરણાવી દેતા, તેમ કદાચ નામદાર બ્રિટીશના રાજ્યમાં કન્યાહરણપણાની જીમાઈ તા સર્વથા નાબુદ થઇ છે, પણ કેટલાક શિષ્યલુબ્ધ ગુરૂમાં તેવી જીલમાઈના અંશ રહ્યો હોય અને તેના ભયથી જલ્દી મુંડી દઈ શિષ્યનાં માલીક થવા માગતા હોય, તે પછી તેવા માહલુબ્ધ મુનિએ ક્યાંથી વાટ જોઇ શકે ? મુક્યા પછી ન ખને તા— માગણુ ચેલા મ્હાત કે ભીખ માગકે ભાગ જાયગે` ' એ કહેવત અનુસાર શિષ્યા ભલે રખડીને ઉદર નિર્વાહની પીકરમાં જીંદગી ગુજારે અને ગુરૂ વળી—‘ કમીના કુખે કે એક મુએ તે ખીો ઉભો ' એ કહેવત પ્રમાણે ખીજા ચેલાને માહપાશમાં ફસાવવા બગધ્યાન જેવી દૃષ્ટિ રાખી ભોળા ગાડરાને શેાધતા કરે અને પ્રથમના મુડેલ-શિષ્યનું લક્ષ્ય પાતાની અસહાયતાને લઈ પાલીતાણા ક્ષેત્રમાં જાય કે જ્યાં ગમે તેવે અસમર્થ સાધુ પણ પોતાનુ પોષણ રહેલાઈથી કરી શકે છે. શત્રુજ્યની ભૂમિ જો કે આત્મશ્રેય સાધવા માટે ઉત્તમ નિમિત્ત છે, પણ સ્વરૂપ લક્ષ્યથી વિમુખ થયેલ દેહમુઠિત વેષધારક એવા કેટલાક મુનિએ માટે તા જેમ ઢારાની પાંજરાપોળ લુલા લંગડા નિરાધાર પશુઓને આધાર ભૂત થાય છે, તેમ આ તેવા મુનિઓને પાંજરા પાળની ગરજ સારે તેવુજ હાલ તા ઘણે ભાગે દષ્ટિ ગેચર થાય છે.
અત્યારે નામદાર બ્રિટીશના રાજ્યમાં દરેક લાઈનની સ્ટડી (Study) અભ્યાસ પ્રવૃત્તિ તથા ઉમેદવારી કઠીન અને મેાંઘી દેખાય છે, કેમકે પાપાંબાઇનું રાજ્ય નથી કે બધું અધારામાં ચાલ્યા કરે, વકીલાતને અભ્યાસ