________________
૧૯૭
વિચરનારને મુનિર્દેશા કહી છે, તેવી દશા ન રાખતાં જડ પદાથોં પ્રત્યે મૂર્છિત થઈ, મોહાંધ બની, આસકિત રાખી સ્પૃહાપણે વત્તવાને ભાવપ્રતિબંધ કહ્યો છે. આ ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત હોય તેને જ્ઞાની મુનિ વા સાધુ કહે છે.
સદ્ધેય સૂચક પત્ર ન−1.
સ્વાત્મબન્ધુ ! અનાદિ, અપાર અને અસાર એવા સંસારમાં અનંતકાલથી ભવભ્રમણ કરતાં મિથ્યાત્વ, અજ્ઞાન, વિમાહ તથા રાગ દ્વેષાદિ સ્વરૂપધાતક કર્મ શત્રુઓના સ`યાગથી અનંત શક્તિમાન એવા પણ આત્મા શક્તિહીન જૈવેદ થઈ ક્ષણે ક્ષણે અનત આંધિ ( માનસિક ચિંતા ) વ્યાધિ ( શારીરિક ચિંતા ) અને ઉપાધિ ( કૌટ ́બિક માહ જાળ ) રૂપ ત્રિવિધ તાપાગ્નિના ત્રાસદાયક દુઃખથી દગ્ધ થઈ અનંત ભય, કષ્ટો તથા દુ;ખા અનુભવ્યાં છે અને અનુભવે છે; છતાં અનંત દુઃખાદિ આપનાર મિથ્યાત્વાદિ આત્મધાતી શત્રુઓથી ઉર્દૂમ કેમ પામતા નથી ? વા વિમુખ કેમ થતા નથી ? એ શું અત્યંત ખેદજનક આશ્ચર્યની વાત નથી ? અર્થાત્ છેજ. એક પૈસાજેવી ક્ષણિક વિનાશી અને ક્ષુદ્ર વસ્તુ જતી હાય તેને ન જવા દેતાં ( સાચવવાની સત્તા કાઁધીન છે છતાં ) ‘હું સાચવી શકીશ’ એવી મેાહજન્ય ગ્રંથિલતા-( ગાંડાઈ ) થી તે વિનાશી પૈસાને સાચવવા અમૂલ્ય આયુષ્યના ભાગ આપે છે, તેને માટે શીત, તાપ, ક્ષુધા, તૃષાદિ અનેક કષ્ટો ભોગવે છે. જગતવાસી જીવોથી અપમાન તિરસ્કારાદિ ઘણાજ પરાભવને પામે છે; છતાં મનમાં જરા પણ ખેદ ન લાવતાં ઉલટા હષિત થાય છે; પણ મિથ્યાસ્વાદિ દોષોને લય કરવા તથા અનંત કૃપાલુ શ્રીસંત ભગવાનની ત્રિધાયાગે સેવા કરી, સદ્ગુરૂને સત્યભાવે ઓળખી, સદ્ગુરૂ પ્રત્યે અવિચ્છિન્ન ધારાએ નિષ્કામપણે નિર્વિકારપણે પ્રમાદરાગે પ્રશસ્તભાવે ભક્તિ કરી, તે મહાપુરૂષે પ્રોાધિત પ્રકાશિત અનંત શક્તિમય, અનંતાન દાયક, અન ત જન્મ, જરા, મૃત્યુ વિગેરેનાં કષ્ટોને દૂર કરનાર, કર્મ શત્રુને હરનાર, અચ્છેદ્ય, અભેદ્ય, અવિ નાશી, અનંત સુખદાયક, દુર્ગતિવારક, સૌંસાર ભવમાગતારક, સ્વસ્વરૂપ પ્રકાશક આત્મજ્યોતિ પ્રગટિત એવા જેધમ તેને પ્રાપ્ત કરવા માટે આ જીવાત્મા સપરિણામે આયુષ્યની જીંદગીના ઘડીમાત્ર પણ ભાગ આપતા નથી, દેહાધ્યાસને દૂર કરતા નથી, સ્વદોષ અને દુને હરતા નથી, શીત, તાપાદિ તથા અપમાન વિગેરેના જરા પણ દુઃખને સહન કરતા નથી, સંસારથી ઉદા સીનતાને ભજતા નથી, વિષય કષાય પ્રમાદાદિ સ્વરૂપાતી દુષ્ટ દુર્ગુને તજતા નથી, સંતમહાત્માની સદ્ગતિને સદ્ભાવપૂર્વક નિષ્કામપણે અનન્યભાવે કરતા