________________
૧૬૬ દાસ, મગર, બેનરજી, પંડિત માલવીયાજી, કવિ નાનાલાલ, દેશભકત ગોખલે, મહેતા, તિલક, દાદાભાઇ, રાનડે, પરાંજપે, ક, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાયાર્યજી, જિન વલ્લભસૂરિજી, હરિભદ્રાચાર્યજી, કુંદકુંદાચાર્યજી, પરમ ગી આનંદઘનજી, ચિદાનંદજી, દેવચંદ્રજી, શુભચંદ્રાચાર્યજી, ઉમાસ્વાતીજી, અમૃતચંદ્રાચાર્યજી, આદ્યશંકરાચાર્યજી, સહજાનંદ સ્વામી, મહાત્મા કબીર, ગોપીચંદ, ગોરખ, ભક્તાત્મા નરસિંહ મેતા, ધ્રુવ, પ્રલ્હાદ, શુકદેવજી, દયાનંદજી, શ્રદ્ધાનંદ, અને વિવેકાનંદજી જેવા દેશનાયકે, કવિઓ, સમર્થ તત્ત્વજ્ઞાનીઓ, આત્મભેગીઓ, યોગીઓ, વિદ્વાનો અને સંન્યાસીઓને જન્મ આપનારી પણ માતાઓ હતી અને વિલાયત જતી વખતે પુત્રને સદાચારનું વ્રત આપનારી કર્મવીર મહાત્મા ગાંધીજીને જ્ઞાન આપનારી પણ માતા હતી. સુલસા, ચંદના રેવતી, કુંતી, દ્રોપદી, દમયંતી, સીતા, સુભદ્રા, અને શીલવતી પણ માતાઓ હતી, અહા ! આવી સ્વર્ગની સુંદરીઓ દીવ્યજ્ઞાની માતાઓથીજ આર્યાવર્તની ઉન્નતિને પ્રકાશ સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણે લેકમાં પ્રસરી રહ્યો છે. અનર્ગલઋદ્ધિ સંપન્ન દેવ અને ઈદ્રો પણ આવી પવિત્રતાની પુતળીએની કુક્ષિએ જન્મ લેવા, ગોદમાં પિઢવા, અમૃત (સ્તનપાન) નું પાન કરવા અને માતૃપ્રેમમાં મસ્ત થવા પિતાને અહે ભાગ્યશાળી માનતા હતા, જ્યારે આજે માતાઓ કલેશ, કુસંપ, વિષય, વિકાર, નિંદા, કુથલી, વિગેરે પાપની પ્રવૃત્તિમાં રહી મલીન સંસ્કારથી પોતાની કુખે જન્મ પામતા બાળકોની અર્ધગતિ કરી નાંખે છે. માટે પ્રથમ માતાએજ દશ વા છેવટે સાત વર્ષ સુધી વિનય, પ્રેમ, નમ્રતા, ભકિત, એક્યતા, ઉત્સાહ, બળ, બુદ્ધિ વિગેરેનું શિક્ષણ આપી બાળકના હૃદયમાં કલ્પવૃક્ષનું બીજ વાવી, પછી પવિત્ર વિચારક, સદાચારી, નિર્મળ હૃદથી, નિસ્વાર્થી, નિષ્કામી, પોપકારી, દયાળુ, દેવસમાન ગુરૂ પાસે કલ્પવૃક્ષના બીજ ઉપર અમૃતરસ સમાન વિદ્યારૂપ નિર્મળ જળનું સિંચન કરવા મોકલે તે સદ્વિદ્યારૂપ વિશાળ કલ્પવૃક્ષની શીતળ છાયામાં સમસ્ત વિશ્વ વિશુદ્ધ બની જાય. વિદ્યાભ્યાસ
સંસ્કાર સિંચનની સાથેજ વિદ્યાભ્યાસ થાય તો જ તે સુવિધા છે. અને તેવી સુવિધા ઉપરોક્ત ગુરૂ પાસેથી જ મળે છે. આજે તે જે ધર્મ ગુરૂઓ પાસે બાલકને શિક્ષણ આપવા મોકલે તે કેટલાક ધર્મગુરૂઓ પિતાના ગમત કે સંપ્રદાયની શુષ્ક ક્રિયાઓના પાઠો ગેખાવી તેમના હૃદ