________________
૧૮૭
કરશે. મહાડેથી તેા ખેલશે કે— હશે, ભાઈ ! · કર્મમાં લખ્યું હશે તે મળશે’ અને અંતરમાં તા હાયવાયની હાળી સળગતી હોય ત્યાં શ્રદ્દા હૈાયજ ક્યાંથી ? વસ્તુ ખાવાઈ હોય, તેને મેળવવા શાધ કરતા હોય, છતાં મનમાં યત્કિંચિત્ પશુ ખેદ વા વિકલ્પ ન થાય તેનું નામ શ્રદ્ધા છે. સુદર્શન શેડને ળીએ ચડાવતાં, ભક્ત શિરાણિ પ્રહલાદજીને શિલા ઉપર પછાડતાં, મારવાને ભય બતાવતા, તથા ખળતા અગ્નિના સ્તંભ સાથે આલિંગન કરાવતાં, ભક્તાત્મા નરિસહ મહેતાને નાગરા તરફથી અનેક પ્રકારનાં કષ્ટ પડતાં, મહાત્મા ટોડરમલેંજી ( મેાક્ષમાર્ગ પ્રકાશના કર્તા ) ને હાથીના પગ નીચે કચરાવતાં, ક્ષેમભદ્રાચાર્યજી ને તીક્ષ્ણધારાની તલવારાના પ્રહાર કરતાં, મહાત્મા ગાંધીજીને ટ્રાન્સાલમાં એક બંદર પાસે હજારા લેાકેા ભેગા થઇ મારવા આવતાં ( ગોળીબાર કરવા આવતાં ) અને દિલ્હીમાં સન્યાસી મહાત્મા શ્રદ્દાનંદજીની છાતી સામે પાંચ સાત ગાળી ભરેલી રીવાલ્વર તાકતાં પણ અણુમાત્ર શંકા, વિકલ્પ કે લય ઉત્પન્ન થયાં નહિ તેનું નામજ શ્રદ્ધા. મરણાંત કષ્ટ આવે તેા પણ પાતાના આત્મભાવમાં જરા પણુ શંકા વા ભય ન થાય, આત્મબળની દૃઢ પ્રતીતિમાંજ રમતા હોય તેને શ્રદ્ધા કહે છે.
(૪) ભક્તિ—
""
*
પરમાત્માના સ્મરણુ, કીર્ત્તન, ધ્યાનવા ભજનને ભક્તિ કહે છે. ભક્તિ " विनयाज्जायते विद्या એ તત્ત્વજ્ઞાનનું સર્વોત્કૃષ્ટ સાધન છે, વિનય વા ભક્તિથીજ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનથી સિદ્ધિ મળે છે. સંસારના માયિક પદાર્થો પ્રત્યેના સ્નેહને રાગ વા મેાહ કહે છે, પરમાત્માના પ્રેમને ભક્તિ કહે છે. પ્રીતિ વિના કાઇપણ વસ્તુ મળી શકતી નથી, તેમ ભક્તિ વિના પ્રભુનું દર્શન થઈ શક્યું નથી. દરવાનની મહેરબાનીથી રાજાતી મુલાકાત થઇ શકે છે, તેમ ભક્તિવશ છે ભૂધરા ' પરમાત્મા ભક્તિનેજ આધીન છે. અર્થાત્ ભક્તિથીજ પ્રભુની પ્રાપ્તિ થાય છે. એ ચાર પાંચ ભેગા મળી તાળીઓ કુટવી, વાજીંત્રા વગાડવાં, કાંસી જોડાના પડઘાએ કુટવા વા નાચવુ કુંવુ તેનુ નામ ખરી ભક્તિ નથી, એ તે! બાહ્યાચાર છે, પણ પ્રભુમય વૃત્તિ થતાં યા સ્થરતાથી એકાગ્રપણે દેહ તથા સમસ્ત વિશ્વનું લક્ષ્ય ભૂલી જઇ એક પ્રભુમયજ વૃત્તિ એકતાન કરી, તુંહી તુંહીના દીવ્યતાનમાં તલ્લીન બતી, ઉત્કૃષ્ટ ઉલ્લાસપૂર્વક પ્રભુનું સ્મરણ વાં ભજન થાય તેનુ નામ ભક્તિ છે. ભક્તિના મુખ્ય ત્રણ પ્રકાર છે, ૧ સાધન ભક્તિ. ૨ સ્વરૂપ ભક્તિ અને ૩પરા ભક્તિ. પરમા માનાજ પ્રેમી, વાસના વિરકત એવા પાંચ સાત વેા ભેગાં થઈ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ