________________
૧૭૩ મારૂં' એવા અજ્ઞાનદ ઉદ્દભવે છે, આત્માને મોટામાં મોટું બંધન પણ
અહં મતિ ચંદ” અને મારૂં-એજ બંધન છે. એ દોષ ઉત્પન્ન થવાથી સ્વાર્થભાવના જાગે છે. બીજા છોને ત્રાસ કે દુઃખ આપીને પણ પિતાને સ્વાર્થ સાધવાના વિચારોનું જનસમાજમાં વાતાવરણ વધે છે, ત્યારે એક બીજાઓમાં કલેશ, કુસંપ, ઈષ્ય વધે છે, ચેર, જુગારી, લુંટારા ઉત્પન્ન થાય છે. અને ખુનામરકી લડાઈ ચાલે છે, તેથી જનસમાજનું જીવન તથા દેશ ઘણી જ અવનતિમાં આવી જાય છે, અને સમાજમાં જ્યારે સ્નેહ, સંપ, ઐક્યતા, એક બીજાનું શ્રેય કરવાની ભાવના તથા ભ્રાતૃભાવ વધે છે, ત્યારે દેશની આબાદી થાય છે. આર્થિક, શારીરિક, માનસિક તથા આત્મિક શક્તિએને વિકાસ થાય છે અને દેશ પ્રગતિના પ્રવાહમાં ઉછળે છે. પાંડવો અને કૌરમાં કર્મવશાત અન્ય કલેશ તથા કુસંપની કિલષ્ટ ભાવનાઓ ફેલાઈ, પરંતુ જ્યારે બીજો કોઈ રાજા તેમના દેશ ઉપર ચડાઈ લઈ આવતો હોય ત્યારે તે પાંડ કે કૌરવો, બંને સગાભાઈની વા મિત્રની માફક ગાઢ સ્નેહથી બંધાઈ પિતાના દેશનું રક્ષણ કરતાં અને ત્યારે જ તેમના દેશની આબાદી તથા અભિવૃદ્ધિ રહી હતી. સાતમા સૈકા પછી વિદેશીય બાદશાહે, ભારતભૂમિની જાહજલાલી જોઈ હિંદની લમી હરી લેવા લાખ મનુષ્યોની સેના લઈ હિંદ ઉપર આક્રમણ કરવા આવતા હતા, પરંતુ જ્યાં સુધી હિંદપુત્રો, ક્ષત્રિયવીરે તથા મહારાજાએ સ્નેહથી બંધાઈ ઐકયતાને પામી, “ભારત અમારે દેશ છે, હિંદ અમારી માતૃભૂમિ છે, અમારા તન, મન, ધન, રાજ્ય તથા પ્રાણ વિગેરે નો સર્વસ્વ ભેગ આપીને પણ અમારા દેશનું રક્ષણ કરવું એજ અમારી ફરજ છે” એવી દેશભાવનાથી તેમની નાડીઓમાં સ્વદેશપ્રેમ, ક્ષત્રિયતેજ તથા દેશાભિમાન હતું અને રગેરગ હિંદનું લેહી ઉછળતું હતું, ત્યાં સુધી અનેક બાદશાહે પણ પરાભવ પામી ચાલ્યા ગયા હતા–નામોસી પામી નાશી ગયા હતા, પણ જ્યારે હિંદના ક્ષત્રિયવીરમાં અંદરમાંજ કલેશ કુસંપનાં બીજે વવા [, રાજ્ય લેભથી ભાંધ બની, દેશ પ્રેમને લય કરી, બીજા રાજ્યને નાશ થાય; છતાં પોતાના રાજ્યના સ્વાર્થની ખાતર, દૈહિક સુખની ખાતર બીજા રા તરફ ઉપેક્ષા થઈ, તેમનાં દુઃખ જોઈ હસવા લાગ્યા, ત્યારથી જ દેશની અધોગતિ થતી ગઈ છે. બાદશાહેથી દેશ કચરાતે ગયા અને ત્યારથી જ દેશ ગુલામીમાં આવી પડે. હિંદ પુત્ર મહાન વીર પૃથુરાજ ચહુણ અને સાબુદીન ગરીના યુદ્ધ સમયે કુલાંગાર જયચંદ્ર દેશ કહી પાકવાથી, કરણઘેલાના સમયે દેશ વિઘાતક માધવ પાકવાથી, જુલ્મી ઔરંગજેબના સમયે ક્ષત્રિય