________________
૧૮
મુનિમ વિશેષ કાર્ય કરતો હોય, છતાં શેઠને તે પ્રવૃત્તિમાં તદાસક્તિ હોય છે અને મુનિમને તેમાં ઉદાસીનતા-આસક્તિની મંદતા રહે છે. માતા તથા ધાવમાતા (ધાત્રી) બંને બાળકને સ્તનપાન કરાવવાની તથા રમાડવાની સરખી જ ક્રિયા કરે છે, છતાં બાળક પ્રત્યે જે આસક્તિ જન્મદાયક માતાને હેય, તે આસક્તિ ધાવમાતાને હતી જ નથી. કેદી તથા ઘરને માલિક મહેનતનું કામ સરખું જ કરતો હોય છે, જ્યારે કેદીને અંતરમાં ઉદ્વેગપણું રહે છે, તેમ આત્મજ્ઞાની પુરૂષ વિષયાસક્ત થઈ અર્થ તથા કામનું સેવન કરતા નથી, પણ પ્રારબ્ધ કર્મની ક્ષીણતા કરવા માટે પૂર્વકૃત કર્મઋણમાંથી મુક્ત થવા માટે ઉદાસીન પણેઅનાસક્ત ભાવે પ્રારબ્ધ કર્મ ભોગવતાં, આત્મપગપણે અર્થ કામનું સેવન કરતાં ભેગકર્મની ક્ષીણતા થયે તેમાંથી મુક્ત થઈ, સંસાર વિરક્ત બની, મેક્ષમાર્ગે ચાલતાં મોક્ષ સ્વરૂપને પામી શકે છે. પરિણામે બંનેથી આત્મસિદ્વિજ થાય છે, સમક્તિી (આત્મજ્ઞાની) પૂર્વકૃત કર્મને વેદતાં કુટુંબનું પિષણ કરતાં અંતરંગમાં ન્યારો રહી અનાસક્ત બની સંસારનું સેવન કરે છે; છતાં સંસારમાં લપાતો નથી. બનારસીદાસ પણ કહે છે કે
જ્ઞાનીકે ભાગ હૈ સે નિર્જરાક હેતુ હૈ,
અજ્ઞાનીકે ભોગ હૈ સે, કર્મબંધ દેતુ હૈ.", જ્ઞાની અનાસક્તપણે ભોગકર્મનું સેવન કરે છે, તેથી નિલેપ રહે છે, કર્મ ક્ષતિ થાય છે અને અજ્ઞાની તદાસકત પણે ભોગ કર્મનું વેદન કરે છે તેથી બંધાય છે-નૂતન કર્મની વૃદ્ધિ કરે છે. જ્ઞાનીઓના અર્થ તથા કામ (ઈચ્છાઓ) જગતના જીવોને કલ્યાણ કર્તા થાય છે, જ્યારે અજ્ઞાનીઓના અર્થ તથા કામ ઘણા જીવોને અહિત કરનાર થાય છે. મનુષ્યની છેવટની દશા મેષ સ્થાન છે, તેથી જ જ્ઞાનીઓએ પરમાર્થ માર્ગની સ્થળે સ્થળે વિશેષતા તથા મહત્તા વર્ણવી છે. તે પરમાર્થ માર્ગ પામવા માટે વૈરાગ્યાદિ પાંચ કારણે એ ઉત્કૃષ્ટ સાધન છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તેમજ કાર્યનું લક્ષ્ય ભૂલી જઈ કારણમાં જ કાર્ય માની બેસે વા કારણમાં જ અટકી પડે તો પણ કાર્યની સિદ્ધિ થતી નથી, પણ કાર્યને લક્ષ્યમાં રાખી કાર્યની પ્રાપ્તિ થાય તેવા ભાવ પૂર્વક કારણનું સેવન કરવાથી જ કાર્યની પ્રાપ્તિ થાય છે. (૧) મુમુક્ષતા–
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, તે કહીયે જિજ્ઞાસ. '