________________
૧૭૪
કુળ કંટક જયસિંહ. દેશ દ્રોહી થવાથી અને વીરપુત્ર પ્રતાપના સમયે દેશ વિનાશક ભારતદ્રોહી માનસિંગ પાકવાથી એમ અનેક દેશદ્રોહીઓના ઉત્પન્ન થવાથીજ દેશની અવાતિ થઇ છે. માટેજ જ્ઞાનીઓએ ભ્રાતૃભાવ એ દેશેાન્નતિનું પરમ જીવન કહ્યું છે. ધાસનું એક તૃણુ રસ્તામાં પડયું હોય ત્યારે પ્રાણીઓના પગ નીચે કચરાય છે, ખુદાયછે અને ભુકા થઇ જાય છે તથા પશુના મુખમાં વિત થઇ ચુરા થાય છે, પણ તેજ તૃણુ જેવાં અનેક તૃણા ભેગાં કરી, એકઠાં મેળવી તેનું દોરડું બનાવવામાં આવે, તેા સિંહ તથા હાથી જેવા પ્રચંડ પ્રાણીને પણ બાંધી શકે છે, તેમ મનુષ્યાત્મા પણ જો સ્નેહ ભાવથી ભ્રષ્ટ થઇ તપેાતાના સ્વાર્થમાં એકલા રખડતા હોય તેા ખીજા બળવાન મનુષ્યાથી ખુંદાય જાય છે, શક્તિ હીન બને છે, કુદરતના કાપથી કચરાઇ જાય છે અને માનવ જન્મ નિષ્ફળ ગુમાવે છે, પરંતુ જો મનુષ્યો . સંપ કરી, સ્નેહ બ ધનથી એકડા થઇ ઐકયતાને પામે, તે સિંહ વા હાથી તેા શું પણુ માટા મોટા રાજા, ચક્રવત્તિ, દેવા, અને ઇંદ્રોને પણ બાંધી શકે છે અર્થાત્ તેના પણ ય કરી શકે છે, એટલુંજ નહિ પણ ઉત્કૃષ્ટ પ્રેમબળના અભેદ ભાવમાં રહે તેા અનંત શક્તિમાન પ્રભુને પણ ખાંધી (વશ કરી) શકે છે. પચાશ વરસમાં જાપાનની જાહેોજલાલી વા ઉન્નતિ થઇ છે, તેનું કારણ પણ ભ્રાતૃભાવ છે. દેશને માટે પેાતાના પ્રાણ આપવામાં પણ જાપાનીઓએ પાછી પાની કરીજ નથી, તેમનાજ પ્રતાપથી જાપાન આજે દિન પ્રતિદિન પ્રગતિના પ્રવાહમાં વધતા જાય છે, જ્યારે હિંદમાં પચાશ સા વરસમાં વૈરભાવથો તથા સ્વાર્થભાવથી જ દેશની અવનતિ થતી ાય છે. જ્યાં શૈવ અને વૈષ્ણવા નામ માત્રથી કષાય વધારતા હોય, જ્યાં સનાતનીઓ અને સમાટેો એક ખીજાતે ગાળાગાળી આપવામાં આનંદ માનતા હૈ।, જ્યાં સ્થાનકવાસીએ તથા દેરાવાસી એકજ પ્રભુના નામ માટે માથાં ફોડતા હાય-રૂધિરથી ભારત દેવીને મલીન કરતા હાય, જ્યાં દિગંબરા અને શ્વેતાંબરા ( એકજ પ્રભુના ઉપાસકા ) પોતાનાજ પ્રભુની મૂર્તિઓના પુતળાં માટે વા પહાડના પત્થરા માટે લાખા રૂપીઆનું પાણી કરતા હાય, અને વૈર વિરોધ જમાવી લડતા હેય, ત્યાં દેશની પાયમાલી થાય, દુઃખ, દરિદ્રતામાં દેશ ડુબી જાય, જન સમાજ ભયંકર આપત્તિમાં અથડાય અને ભારતની અધેાતિ થાય તેમાં નવાઈજ નથી. પ્રભુના નામે તથા ધર્મના નામે કલેશ કજીઆ કરનાર, શ્વેતાંબર, દિગર, સ્થાનકવાસી, શૈવ, વૈષ્ણુવા વિગેરે સમાજો તથા ધર્મના નામે ધતીંગ ચલાવનાર, એક બીજાની નિંદા કરી જનસમાજને અવળે