________________
૧૭e
ગત પ્રવૃત્તિનું સેવન અનાસક્તપણે થવાથી પ્રારબ્ધ કર્મ ક્ષીણ થયે અર્થ કામથી નિવૃત્ત થઈ, સંસારવિરક્ત બની મેક્ષમાર્ગને સુગમતાથી સાધી શકે છે. છળ કપટના પ્રપંચો રચી, અસત્ય, અનીતિથી લાખો રૂપિયા મેળવી, ઘોડાગાડીની સફરમાં, મહોલાતેની મજાહમાં અને પૈસાના તેરમાં બહારને ભભક જોઈ લેકે તેને ઘણો સુખી માનતા હશે, પણ પાપની કમાણીના પૈસાથી લાખો રૂપિયાની મિત મળ્યા છતાં તેને સ્ત્રી સંબધી, પુત્ર સંબંધી કે ધન સંબંધી કંઈને કંઈ પણ એક એવું ભયંકર દુઃખની આગ તેના હૃદયમાં હેળીની માફક સળગતી જ હશે. જ્યારે ન્યાય અને સત્યથી ભલે રાબ અને છાશનું ભેજન મળતું હશે, તે પણ પવિત્રતાના પ્રતાપથી સ્વર્ગીય આનંદ ભગવત હશે. માટેજ જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે- સત્યમેવ જયતિ સત્ય માર્ગે ચાલનારાજ જય થાય છે. માયા કપટથી કઈ માણસને છેતરી પાંચ પચીશરૂપીઆ કમાયે હોય ત્યારે અજ્ઞાની આત્મા રાજી થાય છે, પણ કુદરત તેને ગમે તે રસ્તેથી અનતિના આચરણનું ફળ આપે છે, છળ કરીને પચીશ રૂા. કમાયાથી ઘડીભર ઉજળા પાંચીને જોઈ જીવાત્મા આનંદ માને છે, પણ કુદરત તેનાં પાપને બદલે આપવા પચીશ પચાશને દાગીનો ખોવાયાથી, ઘરાકમાં ઘલાઈ જવાથી, વ્યાપારમાં નુકશાની આવવાથી વા ગમે તે કારણથી પણ “ફૂડ ત્યાં ધુળ” એ કહેવત ખરી પાડે છે. એક પાપ કરી તેને ગોપવવા માટે અનેક પાપે ઉત્પન્ન કરવામાં દુઃખ વેઠવું પડે છે, તેમ અધર્મના રસ્તાઓ સેવી ધન મેળવનારને પણ અનેક ભય-ચિંતાઓનાં કષ્ટો ભોગવવા પડે છે. મહાવીર પ્રભુના પરમ ભક્તાત્મા પુણીઆ શ્રાવક તથા તેમના ધર્મપત્ની બંને દંપતી પવિત્ર હતા, પરમ સંતોષી હતા. પુણીઓ શ્રાવક હમેશના રિવાજ મુજબ સામાયિક વ્રતમાં બેઠા હતા. સામાયિકમાં અવિચ્છિન્નપણે આત્મરમણતામાં પરમાનંદ માનતા હતા.
એક વખતે સામાયિક લઈ પોતાની વૃત્તિઓને સ્થિર કરી આત્મચિંતન કરતા હતા, તે વખતે થોડીવાર સ્થિરતા રહી, પણ કર્મવશાત્ કઈ દોષાવર
થી ક્ષણવારમાં તે સ્થિરતાને ભંગ થઈ વૃત્તિ ચલિત થવા લાગી. વિવિધ પ્રકારે વિચાર તથા ભાવનાથી વૃત્તિને સ્થિર કરવા પ્રયાસ કર્યો, પણ વૃત્તિ સ્થિર રહી નહિ. “આજે શા કારણથી વૃત્તિની અસ્થિરતા થાય છે?” એ વિચાર કરતાં સામાયિકની સમાપ્તિ થયા પછી તેણે પોતાની ધર્મપત્નીને કહ્યું
દેવી ! મારી દિનચર્યામાં વૃત્તિ કાંઈ પણ સ્નેલના પામે તેવી પ્રવૃત્તિ થઈ નથી, છતાં આજે સામાયિકમાં મારું અંતઃકરણ અસ્થિરતાને આધીન થયું