________________
૧૬૮
જ્ઞાનસૂર્યના કિરણને ફેલાવી, તેઓની હૃદય-ભૂમિમાં કલ્પવૃક્ષનું બીજારે પણ કરી પછી પવિત્ર ધર્મગુરૂ પાસે સિંચન કરવા જ્ઞાન શક્તિને વિકાસ વિસ્તૃત કરવા ગુરૂકુળામાં અભ્યાસ કરે તેજ વિદ્યાભ્યાસની સાર્થકતા, ઉત્તમતા અને સિદ્ધિ થાય છે. નૈતિક જીવન“ર્નિવંતુ નીતિનિપુણ, ય િવા વંતુ, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगांतरे का, .
ચાયાપથ વિનંતિ પટું ન ધાર” | વિશ્વના વિદ્વાન લેકે નિંદા કરે વા સ્તુતિ કરે, સમગ્ર લક્ષ્મી પ્રાપ્તિ થાઓ વા સર્વથા નાશ થાઓ, અનેક યુગ પછી મરણ થાઓ વા આજ ક્ષણે મરણ થાવો, પણ ધીર એટલે મહાન પુરૂષો નીતિમાર્ગથી અણુમાત્ર પણ વિમુખ ચાલતા નથી. માતા પિતાના મલીન સંસ્કાર અને ભાડુતી શિક્ષણથી હૃદય લિષ્ટ થવાથી–ધર્મસ્થાનકમાં હજારે ધર્મગુરૂઓ સત્ય બોલવું અને નીતિના માર્ગે ચાલવું એમ સબધ આપે છે છતાં–અસર થતી નથી. જ્યારે પ્રથમથી જ માતા પિતા તરફથી ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હોય અને પરેપકારી તથા નિષ્કામી ગુરૂઓ પાસે વિદ્યાભ્યાસ કર્યો હોય તે સત્ય બોલે, નીતિના માર્ગે ચાલે, એમ હજારો ધર્મગુરૂઓને સડો પાડવાનો વખત આવતજ નહિ. કેમકે નિર્મળ હૃદથી ધર્મગુરૂઓ પાસે વિદ્યાભ્યાસ કરતી વખતે જ તેના હૃદયમાં સદ્દભાવના, સત્ય, નીતિ વિગેરે આત્મગુણોની એવી તે સજ્જડ છાપ પડી હોય છે કે-વ્યાપારના સમયે ગૃહવ્યવહાર પ્રસંગે તેને કઈ લાખો રૂપીયા આપવાને તૈયાર થાય તે પણ સ્વનાંતરે અસત્ય બોલવાનીવા અનીતિએ પ્રવર્તવાની ઈચ્છા ન થાય. અગ્નિમાં સુવાનું કબુલ કરે, પરંતુ પ્રાણ પણ અસત્ય, અનીતિ કરવાનું કબુલન કરે. નીતિ તથા સત્ય એ મનુષ્યનું ખરું જીવન અને પ્રથમ કર્તવ્ય છે. એંજીનના સંબંધથી ને ગાડીનું ગમને સુગમતાથી થાય છે, તેમ સત્ય અને નીતિના સંબંધથી જ મનુષ્યાત્માને ગૃહવ્યવહાર સુગમતાને પામે છે. જેમ પક્ષી બે પાંખ વિના પીડાને પામે છે. તેમ મનુષ્યામાને ઉર્ધ્વગતિમાં ગમન કરવા માટે સત્ય તથા નીતિ-એ બંને પાંખો છે, તે વિના અધોગતિના દુઃખને આધીન થાય છે. સમય તથા નીતિથી સંસારની પ્રારબ્ધ