________________
સિંચન કરતી હતી. વૈશ્યની સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે જબુ, સુદર્શન વિગેરેનાં ચરિત્રો સંભળાવી નીતિમય સંસ્કારોનું સિંચન કરતી હતી અને શુદ્રની બી ગર્ભવતી હોય ત્યારે સેવા-ભકિતનાં સૂત્રે સંભળાવી ઉંચા જીવન ઘડતી હતી. આવી દીવ્ય પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે આ ભારત ભૂમિને દીવ્ય પ્રકાશ દશે દિશામાં ફેલાઈ રહ્યો હતો. આજે તે ગર્ભવતી સ્ત્રીઓ પોતે અને તેમના ઘરની સ્ત્રીઓ નિંદા, વિખવાદ તથા ગાળોના મલીન સંસ્કારોથી બાળકેના પવિત્ર જીવન ઉપર અધમતાના પડ ચડાવી દે છે. ગર્ભસંસ્કાર જન્મ સંસ્કાર, સ્તનપાન સંસ્કાર, વિદ્યાસંસ્કાર–એમ જુદી જુદી બાલ્યાવસ્થાઓમાં ઉત્તમ સંસ્કારે દ્વારા બાળકોનું જીવન ઘડવાથી તેમને ગૃહસંસાર સ્વર્ગ સમાન બને છે, જ્યારે મલીન સંસ્કારોથી બાળકના હૃદયને પાપ વિચારેના. પડદાઓથી દિલષ્ટ બનાવતાં તેમને ગૃહસંસાર સ્મશાન ભૂમિવત્ ભયંકર ત્રાસદાયક અને કલેશકારક બને છે. માતા જ્યારે બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે અમૃત સમાન સ્તનપાન ધવરાવતી વખતે મુ-પીટયા ની ગાળે આપી, માથા ઉપર ટપલાં મારી, બા આવ્યો, દીપડે આવ્યો, આવી પામર ભીતિઓ બતાવી–પ્રફુલ્લિત થતા પુષ્પ ઉપર અગ્નિને પ્રજવલિત અંગાર મૂકવાથી જેમ પરાગની સુગંધનો લય થાય છે તેમ– નિર્દોષ બાળકના ખીલતા કોમળ હૃદયમાં ખોટી બીક તથા ગાળારૂપ અગ્નિ નાખી તેમનાં પવિત્ર હૃદયોની કતલ કરવામાં આવે છે. પ્રભાતના પવિત્ર સમયમાં સૂર્યનો ઉદય થયો પણ ન હોય, નિર્મળ કિરણના પ્રકાશથી પૃથ્વીતટ પુનિત થયો ન હોય, ત્યાં માતાઓ ઉઠતાંજ પરમાત્મભજન, મહાન પુરૂષોનાં પવિત્ર નામો તથા ચરિત્રોનું સ્મરણ ન કરતાં મુઆ–પીટયા અને રાંડ-વાંઝણીના પ્રભાતીઓ સંભળાવી ઘરમાં પાપી વાતાવરણ ફેલાવનાર માતાઓ, તે માતાઓ નહિ પણ નિર્દોષ બાળકોનાં નિર્મળ જીવનનું ખુન કરનારી તેમની શત્રુએજ કહી શકાય. માટે માતાઓએ બાળકેને ગર્ભ સમયે તથા જન્મ સમયે ઉત્તમ સંસ્કારો પાડવા જોઈએ, તેમજ વિદ્યા સંસ્કારનું શિક્ષણ પણ પ્રથમ માતા-પિતા તરફથી મળવું જોઈએ. એ માત પિતાના મલીન સંસ્કારના વાતાવરણમાં વૃદ્ધિ પામેલા બાળકને પાંચ સાત વરસની નાની વયમાંજ કેળવણી લેવા માટે ભાડુતી (પગારદારો) માસ્તરે પાસે મૂકવામાં આવે છે, તેથી ઉકરડા ઉપર કચરાની ટોપલી નાખવા જેવું થાય છે, અર્થાત જીવનની ઉલટી ખરાબી થાય છે. માટે પ્રથમ તે માતા-પિતા તરફથીજ વિદ્યાના સંસ્કારો પાડવા જોઈએ. કેમકે (Mother is a great teacher)માતા એ મૉટા માસ્તર છે. આપણા પ્રાચિન સમયના ઇતિહાસમાં એક અદ્દભુત દૃષ્ટાંત છે કે