________________
૧૭ "जले विष्णुः स्थले विष्णु विष्णुः पर्वतमस्तके ।। सर्वभूतमयो विष्णु स्तस्माद्विष्णुमयं जगत् ॥ १॥ .
अनेन वाक्येन विष्णोर्महिमा प्रतीयते, नतु अन्यवस्तुनामभावः किंच अमूर्तस्यात्मनो मूर्तेन कर्मणा कथं अनुग्रहोपघातौ ? तदपियुक्तं, यत् अमूर्तस्यापि ज्ञानस्य मद्यादिना उपघातो ब्राम्यायोषधेन च अनुग्रहो दृष्ट एव, किंचकर्म विना एकः सुखी. अन्यो दुःखी, एकः प्रभुरन्यः किंकरः, इत्यादि प्रत्यक्षं जगदैचित्र्यं कथं नाम संभवतीति श्रुत्वा गतसंशयः प्रत्रजितः ।।
શંકા–“g&gવે સર્વ જપૂત મળે?—પુરૂષ મરીને પુરૂષ થાય, ભૂતકાલે જે થઈ ગયું અને ભવિષ્યમાં જે થશે, તે બધું પુરૂષમય વા આત્મામયજ છે. જેથી ભૂતમાં જે થયું તેજ વર્તમાને થાય છે અનેં ભવિષ્યમાં પણ તેજ પ્રકારે થશે, તેથી તથા મનુષ્ય, દેવ, તિર્યંચ અને નોરકી વિગેરે જે જે દશ્ય પદાર્થો છે તે બધા આત્મામયજ છે. તેથી કર્મ તથા ઈશ્વર કર્તાપણાને અભાવ સિદ્ધ થાય છે, સમસ્ત વિશ્વ આત્મામય છે અને જે જે હોય છે, તે તેજ મરીને થાય છે. જેથી ઈશ્વરનીવા કર્મની આવશ્યકતા રહેતી જ નથી. વળી અમૂર્ત એવું જે આકાશ તેને જેમ ચંદનાદિથી મંડન તથા ખડગાદિથી ખંડન કરવાનું સંભવતું નથી, તેમ અમૂર્ત એ જે ચૈતન્યાત્મા તેને મૂર્તિમાન અને જડ એવા જે કર્મો તેનું આવરણ સંભવતું નથી, અને આવરણ જ જ્યાં નથી, ત્યાં કર્મનું કરવાપણું પણ હેતું નથી.
“આત્મા સદા અસંગને, કરે પ્રકૃતિ બંધ:
અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.” આત્મા સદા અસંગ છે અને સત્તાદિ ગુણ યુક્ત પ્રકૃતિ કર્મને બંધ કરે છે વા કર્મ કર્મને જ બંધ કરે છે, અથવા ઈશ્વરની પ્રેરણાથી કર્મબંધ થાય છે, પણ કમબંધ સાથે જીવને સંબંધ નથી, તે તો અસંગ છે. આમ કર્મનું અકર્તાપણું હેવાથી મોક્ષ કરવાની આવશ્યકતા જણાતી નથી અને કર્મનું કર્તાપણું આત્માને ઠરાવવાથી આત્માને સ્વભાવ ઠરી જાય છે. તો “ગુ ણનો સમવાય ” ગુણી થકી ગુણ જુદે પડતું નથી–એ કારણથી પણ મોક્ષ પ્રાપ્ત થવાની આવશ્યક્તા