________________
વસ્ય પામશે. આત્મદશા જાગ્રત કરવાની ભાવનાને ભૂલી જઇ મત ગચ્છના કોગ્રહામાં જીવન વ્યતીત કરનાર જેમ રાંધેલું અનાજ ત્રણ ક્વિસ સુધી વાસી રહેવાથી ગધાઇ જાય, સડી જાય. વા કીડા ઉત્પન્ન થાય, તેમ સ્થાનક વાસી તથા દેરાવાસી લેાકા પણ સંપ્રદાયમાં માહાંધ બની વાસીની ગંધમાં બીચારાનાં અંતર જીવન રાગદ્વેષથી સડી ગયાં છે, કષાય વિષયની દુર્ગંધથી ગંધાઇ ગયાં છે, અને ક્લેશ કુસ પના કીડા પડી ગયાં છે. એ વાસીની ગંધમાંથી મુક્ત થઇ જ્યારે આત્મા તાજો થશે, ત્યારેજ ઉન્નતિ છે. વાસીની ગધમાં તે ગધાવાનું વા સંધાડે ચડી ને છેડી ઉતરવાનુ બને તેમ છે. આત્મા કાઇ દિગંબર પણ નથી અને વેતાંબર પણ નથી, જૈન નથી તેમજ વૈષ્ણવ પણ નથી, સ્ત્રી નથી અને પુરૂષ પણ નથી, તે સચ્ચિદાનંદ રૂપ સત્યના ઉપાસક છે. સત્ય તેજ ધર્મ છે અને તે ધમ અખિલ વિશ્વમાં વ્યાપી રહ્યા છે. પવિત્ર સત્ય કાઇના કટ્રાક્ટ નીચે કચરાય જાય તેમ નથી. પરમજ્ઞાની મહાત્મા શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે—
66
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ યા ગમે ત્યાંથી ભલે, એ દીવ્ય શક્તિમાન જેથી જ જીરેથી નીકળે.”
દીવ્ય શક્તિધારક, પરમ જ્ઞાન પ્રકાશક એવા ચૈતન્યાત્મ કર્મ બંધનથી. મુક્ત થાય તેવા નિર્દોષ આનંદ અને તેવું નિર્દોષ સુખ જ્યાં મળતુ` હોય ત્યાંથી ગ્રહણ કરવું એજ ઉચિત કર્ત્તવ્ય છે, અર્થાત્ સચ્ચિદાનંદ સ્વરૂપમય આત્મા સંત્ (અવિનાશી તત્ત્વ) નાજ ઉપાસક છે, તે સત્ જ્યાંથી મળતુ હોય, ત્યાંથીજ લેવાની ફરજ છે. સનીજ જ્યાં ઉપાસના કરવી છે, સત્મય જીવન ગાળવાનું જ છે, સત્ તેજ જેના હૃદયમાં અર્હોનિશ ભાવના છે, તેને જગતના સર્વ મત સપ્રદાયામાં પણ સમભાવ અને આત્મ દૃષ્ટિ થવાથી ગમે ત્યાંથી પણ સત્ મેળવી શકે છે. રાજ્ય સામે ખટપટ કરનાર ને સરકાર પકડી તેની સ્વતંત્રતા ઉપર કાપ મૂકી કેદમાં પૂરે છે, ત્યારે જનસમાજ ખળભળી ઉઠે છે. પરમાત્માના વિશાળ (unlimited) પરમ તત્ત્વ (ધર્મ) ને મતામહ માહિત ધર્મ ગુરૂએ પોતાના સપ્રદાય રૂપ કેદખાનામાં પૂરે છે, ત્યાં જન સમાજને ત્રાસ કે વિચાર આવતાજ નથી, એ કેટલી અજ્ઞાનતા છે? જમાના ઐક્યતાની સંકલનામાં જોડાવાને પ્રયત્નશીલ થઇ રહ્યા છે, ત્યારે કેટલાક અજ્ઞાની ધર્મ ગુરૂ તથા તેમના ઉપાસક્રા—“ જૈન હૈ સે નાસ્તિક હૈ, વેદાંતી એ તેા મિથ્યાત્વી છે, દિગમ્બર એ તા નિન્હેવ છે, મૂર્તિપૂજક હિંસાવાદી છે, સ્થાનકવાસી પ્રભુ દ્રોહી છે ”—એવા વિચારા લાવી જન