________________
ભવ પાંચ મહાભૂતને થ જશા નથી. જેથી આમા તકસિદ્ધ છે. અને તે ત્રિકાલવત છે.
- પાંચ મહાભૂત જડ તથા દૃશ્ય છે, છતાં સર્વથા તેને પણ વિનાશ નથી, પરંતુ તે પદાર્થોના સમયવર્તી પર્યાયનેજ વિનાશ થાય છે. વિશ્વાકાશમાં ધર્માસ્તિકાય (ચલન સહાયક દ્રવ્ય) અધર્માસ્તિકાય ( સ્થિર સહાયક દ્રવ્ય), આકાશાસ્તિકાય (અવકાશ સહાયક દ્રવ્ય) કાલ (સમય પરિવર્તક દ્રવ્ય) પુદ્ગલ (જડ દ્રવ્ય) અને આત્માએ છ મૂળ દ્રવ્ય અનુત્પન્ન, અવિનાશી, ત્રિકાલવતી અને અબાધિત દ્રવ્ય છે, અને તે છએ દ્રવ્યમાં એક બીજાના અન્ય નિમિત્ત નૈમિત્તિક ભાવથી જે ક્રિયાઓ થાય છે, તે પર્યાય છે અને તે સમયવર્તી છે. જેમ સુવર્ણના એક ઘાટને ગાળી બીજે આકાર ઉત્પન્ન કરવાથી વા બીજાને ગાળી ત્રીજા આકારને ઉત્પન્ન કરવાથી જુદા જુદા આકારે પર્યાયને પામે છે, પણ સુવર્ણરૂપે દ્રવ્યની હયાતીજ રહે છે. તથા એક કાછના કટકાને બાળવાથી લાકડાને વિનાશ અને રાખની ઉત્પત્તિ થાય છે, પણ પરમાથરૂપે દ્રવ્યો જે લાકડામાં હતાં તે પર્યાયાંતરને પામી રાખરૂપે હયાત રહ્યાં છે. કાછના વિનાશથી કાષ્ટજન્ય પર્યાય (આકાર) નો વિનાશ થાય છે, પણ પરંમાણુઓને વા જડ તત્ત્વનો વિનાશ થતો નથી. તેમ આત્માના વિશ્વને જાણ વારૂપ પર્યાયે પર્યાયાંતર થવાથી આત્માને પણ વિનાશ થતો નથી. આમાં જ્ઞાતા છે અને સમસ્ત વિશ્વ ય છે. યેના આકારે જ્ઞાન પરિણમે છે, અર્થાત વિશ્વના વિવિધ પદાર્થો ( ય ત ) સમયે સમયે ક્રિયાઓનું પરાવર્તન, ઉત્પત્તિ અને વિનાશ કરી રહ્યા છે. જે જેવો રેયને આકાર પરાવર્તન પામે, તે તે જ્ઞાનને આકાર પણ પરાવર્તન પામી, યાકારને વર્તમાન પર્યાય નાશ થઈ બીજે ભાવી પર્યાય ઉત્પન્ન થાય છે વા વર્તમાનપણાને પામે છે. તેમ જ્ઞાનાકાર પણ યોકારના પરાવર્તનની સાથે જ પરાવર્તન વા નાશ પામી (વર્તમાન જ્ઞાનાકારને વર્તમાન યાકારની સાથે નાશ થઈ) ભાવિ જ્ઞાનાકારને વર્તમાનના રૂપમાં લાવે છે. જેમ એક મોટા દર્પણ પાસેથી જુદી જુદી વસ્તુઓ નીકળે તેને દર્પષ્ણમાં પ્રતિબિંબ પડે છે. પ્રથમ ઘેડો નીકળે તે તેને દર્પણમાં અશ્વાકારે પ્રતિબિંબ પડે છે અને પછી હાથી નીકળે તે અશ્વાકારનો પ્રતિબિંબ લય પામી હસ્તીના આકારને પ્રતિબિંબ પડે છે. એમ એક એક વસ્તુ જેમ આગળ ચાલતી જાય તેમ તેમ તે વસ્તુઓને પ્રતિબિંબ પડી લય પામી જાય અને નવી નવી વંસ્તુઓને પ્રતિબિંબ પડતું જાય. પ્રથ• મની (ભૂત) વસ્તુ ચાલી જતાં તેને પ્રતિબિંબ લય પામવાથી દર્પણને નાશ