________________
૧૪૦
અને આત્મા પાંચે ઈદિ તથા છઠ્ઠા મનની પણ ક્રિયાને જાણે છે, જેને કઈ જાતની બાધા આવતી નથી. ચક્ષુમાં જવાની શક્તિ છે, છતાં સૂર્યના પ્રકાશને અભાવ હોય, ત્યારે અંધકારમાં પાસે પડેલી વસ્તુ જોવામાં પણ બાધ આવે છે. કેમકે ચક્ષુમાં જેવાપણું-એ નિમિત્તજન્ય ગુણ છે. નિમિત્ત (સૂર્યપ્રધશ) ના અભાવે ગુણને બાધ આવે છે. જ્યારે આત્માને જાણવામાં કોઈ પણ સ્થલ વા સૂક્ષ્મ પ્રકાશના નિમિત્તની જરૂર પડતી જ નથી. તેથી અબાધપણે જે જાણે છે તે દેહાતીત છવ વા આત્મા જ છે. ઘટ પટ આદિ વસ્તુઓ જડ, દસ્ય તથા ય છે, સ્થલ દષ્ટિગોચર થાય છે, જ્યારે જીવ ચૈતન્યરૂપ, જ્ઞાતા અને અદશ્ય છે, જેથી સ્થલ દષ્ટિથી અગોચર છે. સૂર્યને પ્રકાશ જે પદાર્થો ઉપર પડે છે, તે પદાર્થો પ્રકાશને જાણી શકતા નથી, પણું પ્રકાશત્વને લઈ પ્રકાશગુણની સિદ્ધિ થાય છે, તેમ પાંચ ઇકિયે, મન તથા ઘટપટ આદિ પદાર્થો આત્માને જાણું શકતા નથી, પણ આત્મા તેને જાણે છે, જેથી જ્ઞાતૃત્વ શક્તિને લઈ જીવની દેહથી ભિન્નતા વા હયાતી સિદ્ધ થાય છે. સ્થળ દેહમાં બુદ્ધિની મંદતા અને કૃશ શરીરમાં બુદ્ધિની વિશેષતા જોતાં પણ દેહથી આત્માની ભિન્નતા સાબીત થાય છે. માટે હે વાયુભૂતિ ! આત્માની હયાતી છતાં તેની શંકા કરે– એ તો વિચિત્ર અજ્ઞાન જ છે. અગ્નિમાં તપ્ત થયેલ લેહ સામાન્ય દૃષ્ટિથી જોતાં અનિમય એકજ જણાશે, પણ સુક્ષ્મ દષ્ટિથી નિરીક્ષણ કરતાં લેહ તથા અગ્નિ બંને ભિન્ન જણાશે, તેમ દેહાધ્યાસ દેશને લઈ દેહ તથા આત્માનું ઐયપણું દેખાય છે, પણ જ્ઞાનદષ્ટિની જાગૃતી થતાં આત્મા પ્રત્યક્ષ રીતે દેહથી ભિન્ન જણાશે.” એ પ્રમાણે મહાવીર પ્રભુની દિવ્ય વાણી સાંભળી દીર્ધ વિચારપૂર્વક વિચાર કરવાથી પ્રભુ પ્રણીત જ્ઞાન અવિરેધપણે બુદ્ધિગમ્ય તથા અનુભવગમ્ય થતાં પોતાની શંકા લય થવાથી પરમ તત્ત્વજ્ઞાનને પામી, મહાવીર ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી ગણઘરપદને પામ્યા.
૧ ગણધર ઇદભૂતિની શંકા ૨ જી–માત્મા છે પણ નિત્ય નથી. * વિતર્થમિતિ છો ? જે વીવાય?
विभावयसि नोवेद-पदार्थ शृणुतान्यथ" ॥
વેપારિ –“વિજ્ઞાનધન વૈભ્યો મૂખ્ય સમુस्थाय तान्येवानुनश्यति न प्रेत्यसंज्ञास्तीति " त्वं तावत् एतेषां पदानामर्थमेवं करोषि यत् विज्ञानघनो गमनागमनादि चेष्टा