________________
૧૦૦
જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તે જણાય છે, તેમ આત્મા પણ વસ્તુ છે તે તે જણાય કેમ નહિ ? તે દષ્ટિમાં આવતું નથી, તેમજ તેનું કોઈ પ્રકારનું રૂપ વા આકૃતિ પણ છે નહિ, તેમ બીજું કાંઈ જુદું ચિન્હ પણ જણાતું નથી. માટે આત્મા જેવી વસ્તુ કઈ છેજ નહિ અને આત્મા જ ન હોય તે પછી ‘ત્ત નાત રુકત શાહ એક કહેવત પ્રમાણે મેલ વિગેરેનાં સાધન પણ નિષ્ફલ જાય છે. શરીરના વિનાશે વિજ્ઞાનઘનને પણ વિનાશ છે. વિજ્ઞાનઘન એ દશ્ય શરીરથી જુદી વસ્તુ નથી કે જે શરીરના વિનાશ ટકી રહે. શરીર તેજ, આત્મા છે-એમ સિદ્ધ થાય છે. સાથે વેદના કેટલાંક બીજા વાક્ય (સત્ય, તપ, તથા બ્રહ્મચર્યથી જ્યોતિમય શુદ્ધ આત્માને સંયમી જ્ઞાની મહાત્મા જોઈ શકે છે.) થી, પાંચ મહાભૂતોથી આત્મા ભિન્ન હોય તેવી પણ પ્રતીતિ થાય છે. જેથી શરીરથી આત્મા ભિન્ન છે કે શ. રીર તેજ આત્મા છે. એવી તારી આશંકા અયુકત છે. મહાવીર પ્રભુ કહે છે કે-હે વાયુભુતિ ! શરીરથી આત્મા ભિન્ન છે, શરીર દર્ય અને જડ છે, જ્યારે આત્મા અદશ્ય અને ચૈતન્યમય છે. શરીર વિનાશી છે, આત્મા ત્રિકાલવની છે. શરીર ય છે અને આત્મા જ્ઞાતા છે–
ભા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; . પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.”
કમળાના રોગથી ઉજવળ પદાર્થ પણ પીતવણું ભાસે છે, દૂરથી તલવાર તથા મ્યાન એક જણાય છે, અંધકારના આવરણથી વસ્તુ તથા અધિકાર અભિન્ન જણાય છે, પણ જ્યારે આવરણ દૂર થાય છે ત્યારે ઉજવલ વસ્ત્ર ઉજવલ રૂપે, તલવાર તથા મ્યાન ભિન્ન રૂપે તેમ અધિકારી તથા પદાર્થ ભિન્ન રૂપે જણાય છે. તેમ અનાદિકાલના અજ્ઞાનજન્ય કર્માવરણને લઈ, દેહાધ્યાસ બુદ્ધિ થવાથી આત્મા તથા દેહ એક જણાય છે, પણ આત્મજ્ઞાન પ્રગટ થતાં દેહાતીત આત્મા દેહથી ભિન્ન જણાય છે. દેહ તથા આત્મા એક હેય તે જાણવા જણાયાની ક્રિયા-ભિન્ન પડે જ નહિ. અને ભિન્ન પતી પ્રત્યક્ષ અનુભવાય છે–. “ જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ;
' અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ.” ' જે સ્થળ દ્રષ્ટિ ચક્ષુ અને સુક્ષ્મ દૃષ્ટિ મન તેને પણ દષ્ટ (જેનાર) છે. દરેક ઇયિને પિતાનાજ વિષયનું જ્ઞાન હોય ( ક્રિયાનું કરવાપણું) છે .