________________
૧૧૫
નીકળ્યા નથી, તેથી પણ તેને ધર્મ મતના સંસ્કાર નહિ પડવાથી આ મિથ્યાત્વ હોય છે, તેમ ક્વચિત મનુષ્યાદિકને પણ ધર્મ મત વિગેરેના સંસ્કાર હેતા નથી. તેથી તેને અણાભોગિક મિથ્યાત્વ કહે છે.
ઉપર કહેલાં પાંચ મિથ્યાત્વ જેમાં છે તે મિથ્યાત્વ મેહનીય કહેવાય. તથા ખેટાને સાચું માને અને સાચાને હું માને એટલે કુગુરૂને સુગુરૂ માને અને સુગુરૂને કુગુરૂ માને, આત્માના ધર્મોને જડ માને અને જડની ક્રિયાને આત્માની માને, વા પરવ્ય એવું જે પુદ્ગલ દ્રવ્ય તેને પિતાનું એટલે આત્મભાવે માને તેનું નામ મિથ્યાત્વ અને તેમાં જે રાચે એટલે હર્ષ પામે તે મિથાવ મેહનીય કહેવાય.'
પર-૨) મિશ્રમેહનીય એટલે સદગુરૂને ઓળખી, તેની ઉપર શ્રદ્ધા કરી, તેને ઉપદેશ શ્રવણ કરી, ત્યાગ વૈરાગ્યાદિ પ્રાપ્ત કરી આગ્રહની મંદતા કરે અને અણસમજથી ગ્રહણ કરાયેલ કુળ-ગુરૂ ધર્મ ઇત્યાદિકમાં તે કલ્યાણ માની વર્તતો હતો તેમાંથી સંકલ્પ તૂટે, એટલે વિચાર કરવાથી એટલું સમજાય કે આમ વિચાર કર્યા વિના ધમાધમ પૂર્વક અંધ શ્રદ્ધાથી કર્યા જવું એથી કલ્યાણ ન થાય, માટે સત્ય માર્ગ કાઈ બીજે હો જોઈએ. એમ મધ્યસ્થ દશા આવે ત્યારે મિશ્રમેહનીય કહેવાય. અથવા આત્મા અને મનને યથાર્થ ભેદ પાડતાં મનના કેઈ સુક્ષ્મ ધર્મને વિચારવામાં આશંકા થાય કે-આ સ્વભાવ આત્માને હશે કે મનને હશે? આવો જે અનિર્ણય ધારી અધ્યવસાય તે મિશ્રમેહનીય કહેવાય. આ દશાને કાળ અંતર્મુહુને છે. જો કે ખરે જિજ્ઞાસુ હોય તે વિચારણને બલવાન કરી સમક્તિદશાને પ્રગટ કરે અને મંદ વિચારવાળે જીવ હોય તે અનેક પ્રકારની શંકા તથા માર્ગ આ સાચે હશે કે કેમ ? એવો ભય આવવાથી પાછા પડે એટલે પુનઃ મિથ્યાત્વદશામાં આવે.
૫૩-(૩) સમકિત મેહનીય એટલે જ્ઞાનીને યથાર્થ વિચારપૂર્વક ઓળખી, તેના ઉપદેશથી ત્યાગ વૈરાગ્યાદિને પ્રાપ્ત કરી, ભવને ભય રાખી, કષાયની ઉપશાંતતા કરી, માત્ર મોક્ષની અભિલાષા રાખી, સદ્દગુરૂના બેધથી સુવિચારશ્રેણીને પ્રગટ કરી, જડ તથા આત્માએ દ્રવ્યના યથાર્થ અનુભવ રૂપ સમકિતદશા પ્રાપ્ત કરી તેની ઉપર શ્રદ્ધા રાખે તેનું નામ સમકિત કહેવાય. આ બને દ્રવ્યનું સ્વરૂપ જાણ્યા પછી આત્માના અનુભવની અખંડ પ્રતીતિ રહે તો તેને ક્ષાયિક સમકિત કહેવાય. કદાચ અનંત કાલના મહાધ્યાસને લઈને ક્વચિત તેવી શ્રદ્ધા મંદ વા વિસર્જનવત થઈ જાય તે તેને પથમિક સમકિત કહીએ. જેમકે પાણીનું તપેલું ચુલા ઉપર ઉભું કર્યા પછી તેને નીચે ઉતાર્યા