________________
પદ
પછી પણ થોડો વખત પણ ઉભું રહે છે, પરંતુ જે ક્ષણે ઉતાર્યું છે, તે ક્ષણથી અંશે અંશે શીતલ પડતું જાય છે તેમ થતાં હૈડે વખત ગયા પછી તે તદન શીતલ થઈ જશે. તે રીતે અનંતકાલ બંધનમાં રહી મેહને વશ થઈ ગયેલા છવને સદ્દગુરૂ મળવાથી, મેહકર્મની ક્ષીણતા થવાથી પોતાનું આત્મ સ્વરૂપ સમજાયું. અર્થાત મિથ્યાત્વ મેહ ગયો; તે પણ કાંઈક અશે મિથ્યાત્વના રહેવાથી સ્વરૂપ સમજાયા પછી પણ કવચિત પામી જાય છે તેથી તેને સમક્તિ મેહની કહે છે. આ દશા પ્રાપ્ત થયા પછી જ અખંડ શ્રદ્ધા રહે તે ક્ષાયક દશા પામે. લાયક દશા થતાં પ્રથમ આવું કર્મનો બંધ ન પડ્યો હોય તે તેજ ભવે મોક્ષે જાય અને કદાચ આયુને બંધ પડે હોય તે ત્રીજે ભવે મોક્ષે જાય. અને ક્ષયોપશમ દશામાં રહીને કાલ કરે તો છકે સાત ભવે મોક્ષે જાય. આ દશામાંથી મોહની પ્રબળતાને લઈને પતિત થઈ જાય તે અર્ધ પુદ્ગલ પરાવર્તન જેટલે કાલ રખડી પછી મોક્ષે જાય. એ નિસંશય છે. આ દશા પ્રાપ્ત થયા પછી શાહુકારને જેમ આબરૂનું વિશેષલક્ષ્ય રહે, તેમ પ્રાપ્ત થયેલા સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય કહેતાં ઉપગ રાખી વર્તવું કે જેથી પ્રાપ્ત કરેલી જે દશા, તેથી પતિત થવાને વખત ન આવે, માટે સમક્તિ પામ્યા પછી ઉપયોગ રાખવો તેજ શ્રેષ્ઠ છે અને અંતે અખંડ ઉપગ રાખ તેજ કર્તવ્ય છે. આ સમકિત દશાનું ઉપાદાન કારણ આત્મા છે અને નિમિત્તકારણ સદ્દગુરૂ છે. - હવે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ તથા સાત નયનું સ્વરૂપ ઉતારી ગુણસ્થાનકનો ક્રમ કહે છે.
૫૪-કર્મ બાંધવાના પ૭ હેતુ છે તેનાં નામ-૫ મિથ્યાત્વ, ૨૫ કષાય, ૧૨ અવત, ૧૫ ગ-એમ ૫૭ થયા.
આઠ કર્મોની સ્થિતિ . (૧) જ્ઞાનાવરણીય કર્મની ૩૦ ક્રોડ ક્રોડી સાગરોપમની સ્થિતિ છે, (૨). દર્શનાવરણીય કર્મની ૩૦, અંતરાયની ૩૦, વેદનીયની ૩૦, મેહનીયની ૭૦, નામની ૨૦, ગેત્રની ૨૦ અને આયુની દેશેઉણા કોડ પૂર્વ વર્ષની સ્થિતિ છે.. - ' ત્રણ કરણ.
- ૫૫-૧) યથા પ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વ કરણ અને (૩) અનિવૃત્તિકરણ યથાપ્રવૃત્તિકરણ એટલે જેમ આસો વદ અમાવાસ્યાની રાત્રિના પાંચ વાગ્યાને સમય લઈએ તે તે વર્ષને, માસને પક્ષને, અઠવાડીયાને અને તે દિવસ તથા રાત્રિને એક કલાક બાકી રહે છે, અર્થાત સર્વની અપેક્ષાઓં સરબે વખત રહે