________________
છોને મળે અને તેને ખરૂં રહસ્ય સમજાવે છતાં શાસ્ત્રના રહસ્યને ન વિચારતાં શબ્દોને પકડી રાખી ઉલટું એમ જણાવે કે શું શાસ્ત્રમાં લખ્યું છે તે ખોટું ?” આવી રીતે ઉધા વિચારે બાંધી ખરા રહસ્યને સમજતા નથી. કેમકે શાસ્ત્ર છે તે તે ફક્ત દિશામાત્ર દેખાડે છે. જેમકે એક માણસે આખા હિંદુસ્થાનની ભૂગોળ મોડે કરી હોય અમુક ગામ કઈ દિશામાં અને કેટલે દૂર છે તે જાણતો હોય, પરંતુ ત્રણ ગાઉ દૂર જવું હોય તે તે પણ જઈ શકે નહિ. તે દિશામાત્ર બતાવ્યા કરે, તેથી ગામ પહોંચાતું નથી. પણ જે એક ભેમી હોય તેને દિશા બિશાની ખબર ન હોય, પરંતુ તે ગામને રસ્તે જાણ (જે) હોય, તે તે ગામમાં ઠેઠ સુધી પહોંચાડી શકે છે. તે જ રીતે છ દ્રવ્ય વિગેરે ધર્મનું સ્વરૂપ જાણવાને માટે શાસ્ત્ર નિમિત્ત છે, તે પણ દિશા બતાવે છે. કેમકે શાસ્ત્રમાં આત્માનું સ્વરૂપ અજર, અમર, ઇત્યાદિક વાંચે તેથી તેને નિર્ભયપણું આવતું નથી, પરંતુ તે અજર વિગેરે કેમ છે તે હેતુઓ પ્રત્યક્ષ સદ્દગુરૂ બતાવે તોજ આત્મસ્વરૂપ સમજાય છે. જે તેમ ન હેત તો નવપૂર્વે જેટલા જ્ઞાનને અજ્ઞાન છે એમ જ્ઞાની મહાત્માએ શા માટે કહેતી માટે સદ્દગુરૂની પાસે રહસ્ય સમજ્યા વિના કુગુરૂથી કે પિતાના સ્વચ્છેદથી શાસ્ત્રોનું વાંચન વા શ્રવણ કરી તેનો દુરાગ્રહ રાખે તેનું નામ શાસ્ત્ર અભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. - ૫૦-સંશયિક એટલે પોતાની કલ્પનાથી પ્રાપ્ત કરેલું જે જ્ઞાન, તે વિષે અંતરમાં મોટી મેટી શંકાઓ ભરી હોય અને કદાચ જે કઈ સારા જ્ઞાની પુરૂષ મળે છતાં “હું પણ જાણું છું” એ પ્રકારે પોતાના જ્ઞાનીપણાનું માન જાળવવાની ખાતર જ્ઞાની પાસે જઈ તેને પૂછે નહિ. કેમકે તે જાણે કે-જે હું પૂછવા જઈશ તે જે લેકેએ મને જ્ઞાની માન્ય છે તે લોકોના મનમાં વિચાર આવશે કે-આતે ઘણું સારું જાણે છે છતાં તેને કેમ પૂછવા જાય છે?” એમ લોક ભયથી પિતાનું માન જાળવવા અંતરમાં–શંકાઓ હોય છતાં બીજાને પૂછે નહિ તેનું નામ સંબંયિક મિથ્યાત્વ.
પ૧–અણાભગિક એટલે જે પ્રાણુને કોઈ પણ જાતના ધર્મ કે મત વિગેરેના સંસ્કારે ન પડ્યા હોય, અર્થાત ધર્મ શું છે? તે કંઈ પણ જાણુ ને હોય છે. આ મિથ્યાત્વ વિશેષ ભાગે નિગદમાં હોય છે. કેમકે નિગોના છો એપ્રિય છે અને તે છોને વેદના એક દુઃખમય હોવાથી તેની વૃત્તિ દુઃખ ભેળવવામાં લીન છે, તેથી તેને મત વિગેરેના સંસ્કાર પડતા નથી. વળી કેટલાક એવા પણુ નિગોદમાં છવો છે કે જેઓ અનંત કાળે પણ નિગેદમાંથી