________________
૧૨૨
*
જગતના ધન, સ્ત્રી, કુટુંબ, ગામ, ક્ષેત્ર, ઘર વિગેરે બાહ્ય પદાર્થોને ત્રણે વેગથી ત્યાગ થઈ અપ્રતિબંધપણે તથા ઉદયાધીનપણે ઉદાસીન ભાવે જગતમાં વિચરે છે. અને આત્માની ઘણીજ શુદ્ધિ થવાથી ત્રણે યોગથી સુખ કે દુઃખને આત્મપગે સમભાવે વેદે છે, અને તેમ વેદવાથી આત્માની વિશેષ વિશેષ શુદ્ધિ થાય છે, તેથી આ ગુણસ્થાનકમાં અપ્રમત્ત નામે સાતમા ગુણસ્થાનકને પણ અનુભવ કવચિત કવચિત થાય છે, એથે ગુણસ્થાનકે ક્ષાયિક સમક્તિ ન પામે હેય તે અપ્રમત્તે તે દશા પ્રાપ્ત કરી સર્વ કર્મને ક્ષય કરનારી ક્ષેપક શ્રેણી માંડે છે, આ શ્રેણીની શરૂઆત આઠમેથી થાય છે. ક્ષપકશ્રેણું એટલે સ્વરૂપની વિશેષ શુદ્ધિ થવાથી આત્મસ્વરૂપમાં અખંડ ઉપગે લીન થવાથી ઘાતી કર્મને ક્ષય કરનારી શ્રેણું.
પ્રશ્ન-સર્વ કર્મમાં બલવાન એવા મેહનીય કર્મની ઘણીખરી પ્રકૃતિને નાશ થયા છતાં અત્રે (છફે) એવું શું રહી જાય છે કે જેને પ્રમત્તગુણસ્થાનક કહે છે અર્થાત અત્રે શું પ્રમાદ રહે છે ?
ઉત્તર-અત્રે પ્રમાદ કહેવાનો હેતુ એવો હશે કે જેમ લાયક સમક્તિી જે ૩ તથા ચેતન બંને દ્રવ્યના સ્વરૂપ પ્રત્યે અખંડવૃત્તિ રહે છે, તે રીતે ચારે ઘાતી કર્મોની સર્વ વૃત્તિઓ પ્રત્યે જ્યારે અખંડ ઉપગ રહે ત્યારે તેને અપ્રમા કહે છે. છ ગુણસ્થાનકે જેવું મેહનીય કર્મ પ્રત્યે અખંડ જાગ્રતીપણું રહે છે, તેવું જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મોની વૃત્તિઓ પ્રત્યે અખંડ ગ્રતીપણું રહેતું નથી, પણ કંઈક મંદ રહે છે. તેથી જગતના કે પદાર્થો પ્રત્યે ક્વચિત વૃત્તિ ચલાયમાન થઈ જાય છે, પણ જ્યારે ક્ષપકશ્રેણું માંડે છે ત્યારે ચારે ઘાતી કર્મની સર્વ વૃત્તિઓને ખપાવવાનો વિચાર તતપર હોવાથી એટલે તન્મય છેવાથી બીજે સ્થાને આત્માની એક પણ વૃત્તિ ન જવાથી તેને અપ્રમત્ત કહે છે. અને તે અપ્રમત્ત દશા પ્રગટ થયા પછી ક્ષપકશ્રેણી માંડી અંતર્મુહૂર્તમાં ચારે ઘાતી કર્મને નાશ કરી કેવલજ્ઞાન પ્રગટ કરે છે. કેવલજ્ઞાન થયા પછી ઘાતી કર્મની એક પણ વૃત્તિ ન હોવાથી તે અખંડ. અપ્રમત્તમાં રહે છે. વળી છઠું ગુણ સ્થાનકે સર્વને કાંઈ ક્ષાયક સમિતિ હેતું નથી, તેથી અખંડ ઉપગ રહે નથી, તેને લઈને પણ પ્રમત્ત કહેતા હશે. સાતમે ક્ષાયક થાય છે તેથી તે અપ્રમત્ત કહેવાય છે. આજે છઠ્ઠા ગુણસ્થાનકમાં પ્રમત્તનું સ્વરૂપ લખ્યું છે તે એમજ છે તે હું પણ નિઃશંકપણે કહી શકતો નથી. માટે આ સ્વરૂપ વાંચી કઈ પ્રકારનો નિર્ણય ન કરતાં કોઈ સારા મહાત્મા પાસે ખરૂં રહસ્ય સમજવું તેજ શ્રેષ્ઠ છે.