________________
સ્વભાવ, સમયપરિવર્તન સ્વભાવ, જડ સ્વભાવ અને ચૈતન્ય સ્વભાવ-એ મુખ્ય ગુણ ત્રિકાલવતી છે. દરેક દ્રવ્ય (ગુ) ની સાથે તે ગુણને અભેદ સંબંધ છે. જે ગુણને ગુણ સાથે અભેદ સંબંધ હોવાથી ગુણના નાશની સાથે ગુણ ને પણ નાશ થાય છે. માટેજ મુખ્ય ગુણ ત્રિકાલ વ હોવાથી તે ગુણી (દ્રવ્ય) પણ ત્રિકાલવીં રહે છે...
. “હેય તેહને નાશ નહિ, નહિ તેહ નહિ હેય; * એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જય.” ' જે દ્રવ્યમાં અભિન્ન સ્વભાવજનક મુખ્ય ગુણ છે તેને ત્રિકાલે નાશ થતો નથી અને જે દ્રવ્યમાં જે ગુણ નથી, તે કાપિ આવતો નથી. આવરણદેવને લઈ વસ્તુ સ્વભાવની ભિન્નતા વા ન્યુનાધિતા જણાય છે પણ વસ્તુ તે અવિનાશી દ્રવ્ય ન્યુનાધિક ભાવોથી રહિત હોય છે. વર્તમાન સમયે જે સ્વભાવ છે તેજ સ્વભાવ ભૂતમાં હતા અને ભવિષ્યમાં પણ તેજ સ્વભાવ રહેશે, એમ નિયમિત સ્વભાવ ગુણ છે, કદાચ કોઈને શંકા થાય કે કેવલજ્ઞાન પામવા પહેલાં તથા પછી ભેદ અવસ્થા જણાય છે તેનું કારણ શું? તેના ઉતરમાં જણાવવાનું કે-આવરણની તરતમતાને લઈ મૂળ વસ્તુમાં ભેદ જણાય છે. એક દીપકને ગાઢ આવરણ આવવાથી પ્રકાશનો અભાવ જણાય છે. અને તે આવરણ દૂર થવાથી પ્રકાશનો ફેલા થાય છે, તેમજ આવરણમંદ હોવાથી પ્રકાશ ઝાંખે દેખાય છે, તેમ કામણના ગાઢ આવરણને લઈ આમામાં અજ્ઞાન અને નિરાવરણને લઈ આત્મામાં જ્ઞાન જણાય છે. વસ્તુત્વે આત્માને જે ચૈતન્ય ગુણ છે તે જ તેને સ્વભાવ છે, તેમાં જ તેની રમણુતા છે અને તેને જ તે કર્તા છે. અન્ય પદાર્થોને આત્મા કર્તા નથી પણ જ્ઞાતા છે. દરેક દ્રવ્ય પોતપોતાના જ ગુણ પર્યાયને કર્તા છે. આત્મા ચૈતન્ય સ્વભાવનેજ કર્તા છે, તે શિવાય સમસ્ત ભાવને જ્ઞાતા છે કરવાપણું અને જાણવાપણુંબે ક્રિયા સાથે આત્મા કરી શકે જ નહિ. કોઈ પણ દ્રવ્ય પિતાની ક્રિયા એકપણ સમય છેડી બીજા દ્રવ્યની ક્રિયા કરવા જાય તે પિતાનું દ્રવ્યપણુ ગુમાવી બેસે. અત્રે કોઈને પ્રશ્ન થશે કે-સાસ્ત્રમાં ઘણે સ્થળે નિરૂપણ કરેલ છે કે આત્મા વિભાવદશામાં કર્મને કર્તા છે, આત્મા રાગદેષ કરે છે, અજ્ઞાનદશામાં આત્મા કર્મથી અશુદ્ધ હોય છે, સમ્યકત્વજ્ઞાન થયા પછી આત્મા શુદ્ધ થાય છે, આમ કરે છે તેનું કારણ શું ? તેના ઉત્તરમાં જણાવવાનું કે આત્મજ્ઞાનીએ રચેલી શાસ્ત્રની વાતે ત્રિકલ સત્ય છે, પણ આત્મજ્ઞાનીઓએ રચેલ શાસ્ત્રોના યથાર્થ રહસ્યને આત્મજ્ઞાની પુરૂષ જાણી શકે છે. આત્માનુભવ થયા વિના શાસ્ત્રનું ખરું રહસ્ય ન સમજાતાં