________________
શાસ્ત્ર શાસ્ત્રરૂપે પરિણમે છે અર્થાત અર્થને અનર્થ થઈ જાય છે. શાસ્ત્ર રચના સત્યનિક, ભયાંનિક, જાગ્રતીક અને ઉપમાયિક એમ ચાર ભેદે હોય છે. પુરૂષને અંતર્દષ્ટિથી ઓળખ્યા વિના તથા આત્મસ્વરૂપનો અનુભવ થયા વિના ન્યાય વ્યાકરણના સેંકડે ગ્રંથે ભણી શબ્દજ્ઞાનીઓ ગમે તેટલાં શાસ્ત્રી વચ્ચે તથાપિ તે ખરા રહસ્યને સમજી શકતા નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ૩૩ મે અધ્યયને ૯૭૦મે પાને લખ્યું છે કે “
અલાવા સત્યાવિકા મવલિ તવિસાવ ” અશુદ્ધ પુદ્ગલે જ્યારે વિશુદ્ધ થાય છે ત્યારે તેને સમકિત કહે છે. અહિં અશુદ્ધ આત્મા શુદ્ધ થાય તેને સમંક્તિ કહ્યું નથી પણ અશુદ્ધ પુદ્ગલં વિશુદ્ધ થાય તેને જ સમઠિત કહ્યું છે. આત્મામાં તે જે સ્વભાવ છે તેજ અબાધિત છે. આત્મામાં શુદ્ધાશુદ્ધપણું નથી. આત્મા તેં શુદ્ધાશુદ્ધપણુનો જ્ઞાતા છે. પણ આવરણ દેશને લઈ આત્મામાં શુદ્ધાશુદ્ધપણું મનાયું છે, કમળા ( પિત્ત) ના રોગીને ઉજવળ વસ્ત્ર પણ પીતવર્ણ દેખાય છે, તેથી વસ્ત્રની ઉજવળતાને લય તથા પીળાશની પ્રાપ્તિ થતી નથી. પણ દષ્ટિદોષને લઈ મનાય છે, તેમ આવરણ દેશને લઈ આત્મામાં શુદ્ધાશુદ્ધપણું મનાય છે. આવરણ દોષને નાશ થતાં આત્મા તો જેવો છે તેવોજ અનુભવાશે, આત્માને યથાર્થ અનુભવ થયા વિના શાસ્ત્રમાં લખેલ આત્મા શબ્દથી ચૈતન્યવાન આત્મા કર્મ કરે છે–એમ માનવાનું નથી. આત્મા શબ્દથી મનને પણ આત્મા કહેલ છે અને કાયાને પણ અપેક્ષિતભાવે આત્મા કહ્યો છે. ઉત્તરાધ્યયન સુત્રના ૯મા અધ્યયને કહ્યું છે કે “અર બારમા શર મન સર્વર વચ્ચતે.” અહીં આત્મા શબ્દ કહ્યો છે, પણ નવીન નવીન અધ્યવસાય કરે છે, તેથી મને કહેવું એમ જણાવ્યું છે. વળી તે જ સુત્રના ૨૩ મા અધ્યયનમાં ૭૦૫ મે પાને મન ઉપર આત્માનો અભેદ ઉપચાર. હો છે. એમ ઘણે સ્થળે આત્મા શબ્દનું કથન મન ઉપર દર્શાવ્યું છે. આત્મા તે જેવો છે તે જ સદા ત્રણે કાળ રહેવાને છે, માત્ર અંતરાત્મા (મન) કર્મને ગ્રહણ કરે છે, તેથી જ તે અશુદ્ધ થયું છે, મન જ્યાંસુધી પાંચે ઇક્રિયામાં તન્મયપણે પરિણમે છે, ત્યાં સુધી તેને ઉપચારનયથી બહિરાત્મા કહી વર્ણવ્યું છે, તેજ મન જ્યારે બહિરાત્માથી વિરક્ત થઈ પરમાત્માને વિચાર કરશે ત્યારે તેને અંતરાત્મા કહે છે અને પરમાત્માની સન્મુખ થઈ વિશુદ્ધ થશે, ત્યારે તેને પરમાત્મા કહેશે. - પરમ તત્ત્વજ્ઞાની શ્રીમાન રાજચંદ્રજી જણાવે છે કે