________________
થતાં દયા, શાંતિ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણે ઉત્પન્ન થાય છે, આત્મા સન્માર્ગ સન્મુખ બને છે, તેને મુમુક્ષુદશા કહે છે. તેથી સાચી મુમુક્ષભાવના ઉત્પન્ન થવાથી આત્મશ્રદ્ધા થાય છે અને તેને શુદ્ધ વ્યવહાર સમકિત કહે છે.
- - - - ૧ પદ આત્મા નિત્ય ' . ' '
ઘટ પટ આદિ પદાર્થો અમુક વસ્તુઓમાંથી ઉત્પન્ન થયેલા જણાય છે અને તેને નાશ પણ થશે, એમ જાણી શકાય છે. જેમકે ઘટ માટીમાંથી ઉત્પન્ન થયો અને તેનો વિનાશ થઈ ઠીકરાં વિગેરે થશે, તેમ આત્મા જે સ્વતઃ પદાર્થ અવિનાશીપણે ન હોય, કોઈ પણ નિમિત્તજન્ય પદાર્થ હોય તો કયા નિમિત્તથી તે ઉત્પન્ન થયો છે અને તેને વિનાશ શું થશે? તે જે અનુભવ કે બુદ્ધિથી પણ ન સમજાય, અર્થાત્ કઈ પણ પ્રમાણુથી આત્માની ઉત્પત્તિ તથા વિનાશ ન જણાય છે તેથી સિદ્ધ થાય છે કે–આત્મા નિત્ય છે, ત્રિકાલવી છે, દલીલ વા બુદ્ધિના તર્કથી આત્મા છે, નિત્ય છે, એમ સિદ્ધ કરવાથી આમાનું વરૂપ સમજાતું નથી, પણ તેને અંતરમાં નિરાવરણપણે સાક્ષાત્કાર થવાથી વા અનુભવ થવાથી જે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાય છે.
છે દેહાદિકથી ભિન્ન આત્મારે, ઉપગી સદા અવિનાશ; એમ જાણે સદ્દગુરૂ ઉપદેશથીરે કહ્યું જ્ઞાન તેનું નામ બસ..
મૂળ મારગ સાંભળો જિનને રે” આત્મા શું છે? તેનું યથાર્થ સ્વરૂપ કેમ એળખાય? દેહાધ્યાસ ષ તથા વિધાકાર વૃત્તિથી વિરક્ત થઈ, આત્મભાવના જાગ્રત કરી, આત્માને અનુભવ કેમ થાય ? તેને યથાર્થ (લબ્ધિગતો જાણવાથી જ આત્માનું નિત્યપણું સમ જાય છે. આત્માને તથા તેના નિત્યપણને અનુભવ થાય તેને ઉપશમ વા યોપશમ ભાવે નિશ્ચય સમક્તિ કહે છે. *
: - ૩ પદ-આત્મા નિજકર્મ (સ્વભાવ)નો કર્તા છે. ' ' - દરેક પદાર્થના ઉપાદાન તથા નિમિત્ત-બે કર્તા હોય છે. જેમ કે ઘટને ઉપાદાન (કારણ) કર્તા માટી અને નિમિત્ત કર્તા કુંભાર વિગેરે હોય છે. દરેક પદાર્થમાં મુખ્ય કર્તા પિતાનેજ ગુણ હોય છે અને તે ગુણને કાર્ય પ્રાપ્તિમાં નિમિત્તા કર્તા સહાયક રૂપે હોય છે. દિવ્યમાં ગુણ અને પર્યાય સ્વતઃ હેય છે. કેટલાક ગુણ સમયવર્તી, કેટલાક ગુણ અમુક કાલવ અને કેટલાક ગુણ ત્રિકાલવર્તી લય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલ, જુગલ, આકાશ અને જીવ એ છ દ્રવ્યમાં ચલન સહાયક સ્વભાવ, સ્થિર સહાયક સ્વભાવ, અવકાશક