________________
૧૧૯ એના વિષયની ક્રિયા ભોગવવાની વૃત્તિ થાય કે નહિ ? અને થાય તે કેવી રીતે તથા તે ભોગવતાં તેને કર્મ બંધાય કે કેમ ?
ઉત્તર–પાંચે ઈદ્રિના જે જે વિષય છે તેની ઉપર જે પ્રીતિ તેને રતિ કહે છે, તે રતિ મેહની કર્મની છે અને તે રતિ પ્રકૃતિને નાશ છેકે ગુણસ્થાનકે થાય છે. કેમકે ચોથે ગુણસ્થાનકે મોહની કર્મની કઈ પ્રકૃતિઓને નાશ થાય છે તે બતાવે છે–
મેહનીય કર્મના બે ભેદ છે. ૧ દર્શન મેહ અને ૨ ચારિક મેહ-તે બે ભેદની મળી ૨૮ પ્રકૃતિ છે તેમાં ૩ મેહની, ૧૬ કષાય અને નવ નેકષાય એમ ૨૮ પ્રકૃતિ છે, તેમાંથી ત્રણ મેહનીની છે, તે દર્શન મેહનીયની પ્રકૃતિ છે બાકીની ૨૫ પ્રકૃતિ ચારિત્ર મોહનીયની છે. દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિમાં પ્રથમ મિથ્યાત્વ મેહનીયને નાશ પ્રથમ ગુણસ્થાનકે થાય છે, બીજી મિશ્રને નાશ ત્રીજે થાય છે. ત્રીજી સમક્તિ મેહનીયનો નાશ થે ગુણસ્થાનકે થાય છે, તેની જોડે અનંતાનુબંધી કષાયનો નાશ પણ લાયક હેય તે મૂળમાંથી ચે થે થાય છે, બીજા અપ્રત્યાખ્યાન કષાયની ચેકડીને નાશ પાંચમે થાય છે અને ત્રીજી પ્રત્યાખ્યાન કષાયની ચોકડી તથા રતિ શેક વિગેરેને નાશ તેમજ ત્રણ વેદનીનો નાશ છ ગુણસ્થાનકે થાય છે. આ સ્થાને જે નાશ કહ્યો છે તે બધા થી સત્તા સુધીમાં એટલે મૂળમાંથી નાશ સમજવો.
હવે આપણે વિચારીએ કે પ્રથમતો કર્મનું સ્વરૂપ યથાર્થ મનમાં જાણે, તેની ઉપર શ્રદ્ધા કરે અને પછી વચન તથા કાયાથી આચરણ કરે, ત્યારે કર્મનું સ્વરૂપ તથા આત્માનું સ્વરૂપ એથે ગુણ સ્થાનકે જાણે છે અને પાંચમાંથી છઠ્ઠા સુધીમાં આચરણ કરે છે. તેથી ચોથા ગુણસ્થાનકને અવિરતિ તથા પાંચમા છઠ્ઠાને વિરતિ કહે છે. માટે ચોથા ગુણરથાનકે આવેલ છવ, તે સમકિતના સ્વરૂપને બાધા કરનારી જે વૃત્તિઓ તેને નાશ કરે અને ચારિત્રને બાધ કરનારી જે શુભાશુભ વૃત્તિઓ ઉદયમાં આવે તેને દષ્ટારૂપે બેગવી તેને ક્ષય કરે, પણ તેને અટકાવવાનો પ્રયાસ ન કરે, કેમકે જે વૃત્તિઓને અટકાવી તેનો ક્ષય ન કરે તો તે વૃત્તિઓ રહી જાય અને જ્યાં સુધી એક પણ વૃત્તિ રહી હોય, ત્યાં સુધી સંપૂર્ણ મેક્ષ થાય નહિ.
પ્રશ્ન–એક માણસ સમકિત જેવી શ્રેષ્ઠ દશાને પામ્યા પછી સંસારમાં મુખ્ય મેહક પદાર્થો જે સ્ત્રી, ધન, કુંટુંબલ્કિને સેવે છે તથા મનુષ્ય પતિયાદિકને વધ કરે છે, તો તેને કષાય હોય કે નહિ ? અને કપાય સહિત જે