________________
૧૦૩ સર્વ જીવોને હેય, તેમાં પ્રથમ ગુણસ્થાનકને ભેદ પાડતાં આહારદ્રિક (શરીર તથા અંગે પાંગ) તથા જિનનામ કર્મ, એ ત્રણ શિવાય ૧૧૭ પ્રકૃતિને બંધ પ્રથમ ગુણ સ્થાનકે છે અને ત્રણ પ્રકૃતિમાંથી જિનનામ ચોથે ગુણ સ્થાનકે બંધાય તથા આહારકદ્વિક ૭ મે ગુણસ્થાનકે બંધાય છે. આ પ્રમાણે ચૌદે ગુણસ્થાનકનું કાલમાન તથા પ્રકૃતિ, અંત બતાવ્યું છે, તે ચૌદે ગુણસ્થાનકને પ્રાપ્ત કરવામાં સહાયભૂત કહેતાં નિમિત્ત રૂપ જે ત્યાગ તથા વૈરાગ્ય–તેનું સ્વરૂપ કહે છે –
ત્યાગનું સ્વરૂપ. ત્યાગના બે ભેદ છે. એક સમકિત પ્રથમને ત્યાગ અને બીજો સમક્તિ પછીને ત્યાગ છે. તેમાં પ્રથમ સમકિત પહેલાનો ત્યાગ કહે છે. સમક્તિરૂપ કાર્ય કરવામાં સુવિચારની જરૂર છે, તે સુવિચાર કરવામાં વૈરાગ્ય નિમિત્ત છે, વૈરાગ્ય પ્રાપ્ત કરવામાં ત્યાગની જરૂર છે, ત્યાગ, એટલે ત્યાગવું–તો તેને ઉત્તર જણાવે છે કે–બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારે ત્યાગ છે. બાહ્ય ત્યાગ એટલે કાયાર્થી ઘર, ધન, ધાન્ય, સ્ત્રો વિગેરેનો ત્યાગ તથા સંસારનો ત્યાગ કરવો તે બાહ્ય ત્યાગ. આત્યંતર ત્યાગ એટલે વૈરાગ્ય દશાથી માંડી સમકિત દશા સુધી કરવાનું જે કાયે, તે કાર્ય કરવામાં જે જે બાધા કર્તા નિમિત્તો છે, તેને ત્યાગ કરી તેને આત્યંતર ત્યાગ કહે છે. સમકિત દશાને બાધા કરનારા જે જે નિમિત્તે તેને ત્યાગ કેમ કરે તે એક લૌકિક દષ્ટાંત પૂર્વક બતાવે છે.
જેમ એક માણસ વેપાર વિષે અજાણ હોય તેને બીજો કોઈ જાણનાર માણસ અમુક વ્યાપાર આ રીતે કરો એમ બતાવે ત્યારે સામા માણસને તેની વાત પ્રથમ તો જરા સંદેહરૂપ થાય, પરંતુ સામાન્યપણે એક વખતે બતાવનાર માણસ ઉપર શ્રદ્ધા રાખી, તે જે બતાવે તે પ્રમાણે જે કરે જાય અને તેમ કરવાથી બે ચાર વખત લાભ મળતો દેખાય તો બતાવનાર ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે, અને શ્રદ્ધા થવાથી તેનીજ નિશ્રાએ વર્તે તે કેાઈ વખત તેના જેવો ધનાઢ્ય થવાનો વખત આવે, બલકે તેના કરતાં વધારે પણ ધનવાન થઈ જાય. તેજ રીતે અનંતકાલના પરિભ્રમણમાં જે જે કુસકારોથી એધિક એટલે હિતાહિત વિચાર શુન્ય એવા સંસ્કાર પડી જાય છે અને તેને લઈને પિતાના કુળપરંપરાના જે ગુરૂઓ, તે સુગુરૂ હોય કે પછી કુગુરૂ હોય તેને વિચાર કર્યા વિના તેને સુગુરૂ માની બેઠા છે. તેવામાં ભાગ્યેગે કાઈ પુરૂષ મળે, તેની અપૂર્વ વાણું સાંભળવાથી અંતરમાં કાંઈ મુંઝારા જેવું થાય એટલે તેની વાણું સાંભળવાથી કાંઈ આત્મામાં વિચાર કરવાનો વખત આવે તથા તેની વાણું