________________
Te
તાના આત્મા (અને) છે અને તે દશા પ્રાપ્ત કરવામાં નિમિત્ત કારણુ સદ્ગુરૂ છે.
વૈરાયનું સ્વરૂપ.
૪૦-વૈરાગ્ય પણ સમક્તિ પ્રથમના અને પછીના એમ એ ભેદે છે. તેમાં સમકિત પ્રથમના વૈરાગ્યનું સ્વરૂપ કહે છે. વૈરાગ્યનું સ્વરૂપ સમજવા એક લૌકિક દૃષ્ટાંત કહે છે—.
જેમ એક માળુસને માત્ર ધનની તીવ્ર અભિલાષા હાય તેથી તે માજીસ ધન ઉપાર્જન કરવા માટે અનેક પ્રયત્ના કરે છે. અને માત્ર ધનની ઇચ્છા એમ માત્ર શબ્દ બતાવ્યા છે તેથી તેમાં એમ ન સમજવુ કે જેને ધનની ઇચ્છા હોય તેને ખાવાની, પીવાની, સુવા વિગેરે ખીજા પદાર્થોની ઈચ્છા ન હાય, તે પશુ હોય; પરંતુ જે વખ તે ધન ઉપાર્જન કરવાની ઇચ્છા છે તે વખતે ખીજા પદાર્થોની ઇચ્છા ગૌણ હાય છે અને ધનની પ્રા મુખ્ય હાય છે. તેજ રીતે જેને માટે કલ્યાણ કરવાની ઇચ્છા હોય, તેને ધન, કુટુંબાદિક બીજા પદાર્થીની ઇચ્છા ન હોય એમ ન બને, કેમકે તેવી દશા એટલે પાંચે ઈંદ્રિયાના વિષયાની જે નૃત્તિઓ, તેના વિરામભાવ થવા કે ઉપશમ ભાવ થવા તે પાંચમે ગુણુરથાનકે વિરામ કે ઉપશમ થાય છે અને તેથી તેને વિરતિ ગુણસ્થાન પાંચમાથી છઠ્ઠા સુધીમાં કહ્યા છે. તેથી તેને કલ્યાણ કરવાની તીવ્ર ઇચ્છા થઇ છે, એવા પ્રથમ ગુણુસ્થાનકવાળા જીવને વિરામ કે ઉપશમની દશા ક્યાંથી હાય ? પરંતુ આ દશામાં સ્વરૂપ પામવા પ્રત્યે તીવ્ર જિજ્ઞાસા હાવાથી ખીજા પદાર્થ ની વૃત્તિએ મંદ હાય છે.
૪૧–વૈરાગ્ય એટલે વિરક્તપણુ, વૈરાગ્ય અને વીતરાગમાં ઘણા ફેર છે. વીતરાગ એટલે શુભ કે અશુભ વૃત્તિમાં સર્વથા રાગ ( પ્રીતિ ) તથા દ્વેષ રહિત હોય તે વીતરાગ કહેવાય અને વૈરાગ્ય એટલે અશુભ કહેતાં સૌંસારમાં પરિભ્રમણ કરાવનારા જે જે પદાર્થોં છે, તેના કરતાં મેક્ષ પામવાના જે જે નિમિત્ત કારણા છે, તેની ઉપર વધારે પ્રીતિ અને તે નિમિત્તોને પ્રાપ્ત કરવાના પ્રયાસ કરતાં કાઇ અડચણો આવે, તા પશ્ચાત્તાપ પૂર્વક તે અડચણાને દૂર કરે, તેનુ નામ વૈરાગ્ય કહેવાય છે.
વૈવાયની વિશેષ સમજ,
આગળ જે ત્યાગ કરવાને બતાવેલાં જે જે નિમિત્તો, તે નિમિત્તોને સદ્ગુરૂના બતાવ્યા પ્રમાણે તીવ્ર ઇચ્છાપૂર્વક ત્યાગવાના પ્રયાસ કરે, છતાં કર્મના બળવાનપણાને લઇને તે નિમિત્તો દૂર ન થાય, ત્યારે તેને માટે ધન