________________
ખાણું તથા સમભાવ દશા રહેવી જોઈએ. જો તેમ ન થાય તે વાત કર્મને બંધ પડી જાય છે. . (૨) ક્ષાયિક, એટલે કેટલીક વૃત્તિઓ એવી છે કે પ્રદેશ તથા પ્રકૃતિના વિપાકને આપી અર્થાત પ્રદેશ પ્રકૃતિરૂપે ઉદયમાં આવી, ક્ષાયિકભાવે તેને વેદવાથી તે વૃત્તિઓનો ક્ષય થાય છે.' . (૩) ઉપથમિક, એટલે કેટલીક વૃત્તિઓ એવી છે કે જે વૃતિઓ ઉદયમાં આવી હેય, તે વૃત્તિઓ ત્યાગ અને વૈરાગ્યના બળથી ઉપશમી જાય છે. - આ પ્રમાણે કર્મની શુભાશુભ જે વૃત્તિઓ ઉદયમાં આવે, તેને સમભાવ દશાપૂર્વક દષ્ટારૂપે વેદે, પરંતુ તેને ફેરફાર કરવા પ્રયત્ન કરે નહિ, કેમકે અમુક કર્મની પ્રકૃતિ જે ભાવે બંધાણી છે, તે કર્મ ભોગવ્યા વિના કોઈ કાળે ફેરવ્યુ કરે નહિ, તેમ તેઓને પૂર્ણ ખાત્રી હોય છે. તેથી તે ઉદયે આવેલાં કર્મોને ઉદાસીન કહેતાં નિરૂપાયતાથી સમભાવપૂર્વક દષ્ટારૂપે રહી, તે કર્મને વેદી, તેને નાશ કરે અને ઉદાસીનભાવે રહેવાથી ન બંધ પડે નહિ અને જે બંધ હોય તે તેને ક્ષય થાય, તેનું નામ વૈરાગ્ય. આ વૈરાગ્ય તથા ત્યાગ, એ બનેનું ઉપાદાન કારણ પિતાને આત્મા (મન) છે અને નિમિત્ત કારણ સદ્દગુરૂ છે. . . .
. ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન * અટકે ત્યાગ વૈરાગ્યમાં, તો ભૂલે નિજ ભાન.”
અર્થાત્ જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધને ઉત્પન્ન ન થયાં હેય તેને જ્ઞાન ન થાય અને જે ત્યાગ વૈરાગ્યમાં અટકી રહી આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે તે પિતાનું ભાન ભૂલે, અર્થાત અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્યાદિક હોવાથી તે પૂજા સત્કારાદિકથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય. એટલે કે ઈ માણસને મુંબઈ જવું હોય તેને માટે સ્ટેશન સુધી ઘોડા ઊપર બેસીને જાય. તેમાં મુંબઈ જવું એ કાર્ય કરવું છે, તેને માટે ઘડે છે તે કારણ છે, તેનું સેવન કાર્યપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છે, પછી નિમિત્તને છોડવું પડે છે, તે મુંબઈ જનાર માણસ ઘોડાના નિમિત્તને સેવી સ્ટેશન સુધી જાય અને સ્ટેશન આવ્યું હોય છતાં ઘડાને છેડે નહિ તે તેને માટે કાંઇ ગાડી ઉભી ન રહે. અર્થાત મુંબઈ જવારૂપ કાર્ય કરવું છે તે અટકી પડે સંપૂર્ણ થાય નહિ પરંતુ સ્ટેશન પહોંચ્યા જેટલું કાર્ય થાય તે પણ નિરર્થક જેવું ગmય. તેમ સદગુરૂના પ્રતાપે સમકિતરૂપ કાર્ય કરવું છે તેમાં ત્યાગ અને વૈરાગ્ય તેનાં કારણે છે, કાર્ય પૂર્ણ ન થતાં જ ત્યાગ વૈરાગ્યાદિક કા