________________
: : ૧૪૩) અધર્માસ્તિકાય છવ તથા પુદગલ દ્રવ્યને સ્થિર રાખવાને નિમિત્તરૂપ સ્થિર ધર્મવાળું આ દ્રવ્ય છે, તે પણ એક સમય પણ પિતાની રિયા બંધ રાખી ચાલવા, જાણવા વિગેરેની ક્રિયા કરે નહિ, આ દ્રવ્યનું પ૭ સ્થિરતા લક્ષણ ત્રણે દોષરહિત છે. ' , ' ' '
- ૧૫ (૪) આકાશાસ્તિકાય-જીવ, અજીવ વિગેરે પાંચે દ્રવ્યને રહેવાને માટે અવકાશ આપે છે, અર્થાત કોઈ પણ દ્રવ્યને અવકાશ આપવો તે આનું - લક્ષણ છે, અને તે ત્રણે દેષ રહિત છે. અવકાશ લે એ મુખ્યત્વે તે જીવ તથા પુદ્ગલ બે દ્રવ્યને છે, માટે તે બંનેને અવકાશ આપે છે, પણ ધર્માસ્તિકાય.વિગેરે આ બંને દ્રવ્યની નિશાથે રહેલાં ઉપચારિત દ્રવ્ય છે. માટે પાંચે દ્રવ્યને અવકાશ આપે છે એમ કહેતાં કઈ પણ રીતે વિરૂદ્ધતા નથી. - ૧૬ (૫) કાલ દ્રવ્ય-આ દ્રવ્યમુખ્યત્વે તે પુદ્ગલ દ્રવ્યની ક્રિયાનું કારણ છે. કેમકે આ દ્રવ્યનું લક્ષણ, વસ્તુનું નવાજુનું કરવું તે છે, એટલે નવા જુનું થવું તે પુદ્ગલ દ્રવ્યને ધર્મ છે, પણ તે ક્રિયાને આ દ્રવ્ય સમય બતાવવાને નિમિત્ત હેવાથી નવા જુનું થવું–-એવું લક્ષણ આ દ્રવ્યનું ત્રણે દોષ રહિત છે
૧૭ (૬) પુદગલ દ્રવ્ય-પુરાવું અને ગળાવું એ લક્ષણ આ દ્રવ્યનું છે, એટલે પુત અને ગલ એ બે શબ્દો છે. પુત એટલે પૂસનું અર્થાત એક પરમાહુથી માંડી અનંત પરમાણુઓ સુધી ભેગા થવું તે, અને ગલ એટલે ગળાનું અર્થાત ભેગાં મળેલા પરમાણુઓનું છુટું પડવું તે. આ દ્રવ્ય પરમાણુઓ હેવાથી તેમાં અનની ક્રિયાઓ રહેલી છે. કેમકે એક પરમાણુમાં પણું વર્ણ, ગંધ, વિગેરેની ક્રિયા થાય છે અને બે પરમાણુ ભેગા થાય તે પણ તેવી ક્રિયા થાય છે તેમજ અનંત પરમાણુઓના સ્કધમાં પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિગેરેની ક્રિયા તે થાય છે, પણ તેની સાથે આકાર રૂપે બીજી પણ અનેક પ્રકારની ક્રિયા જોવામાં આવે છે. અનતા પરમાણુઓ ભેગા થવાથી સુવર્ણ વિગેરે ધાતુરૂપે, મન, વચન, કાયારૂપે, વિમાનરૂપે, કર્મ રૂપે, મનુષ્યરૂપે ' તિર્યંચરૂપે, દેવરૂપે, નરકરૂપે એ વિગેરે અનત આકારે થાય છે તેથી તેમાં અનંતી ક્રિયા છે અને જીવ દ્રવ્યમાં તે એક પ્રદેશમાંએ જાણવાની અને અનંત પ્રદેશમાં પણ જાણવાની એકજ ક્રિયા થાય છે. હવે પુદગલના અનંત પર્યાયે જે થાય છે તે ગુણુપર્યાય રૂપે નહિ પણ દ્રવ્ય પર્યાય રૂપે થાય છે. કેમકે પર્યાયની સમયવર્તી જે ક્રિયા કહી છે તે ગુણ પર્યાયરૂપે છે પણુ દ્રવ્યપર્યાય રૂપે નથી. માટે જે કવ્ય હેય તે ત્રિકાલવતી હોય અને ગુણપથયા હોય તે સમયવતી હોય અને દ્રવ્યપર્યાય હેય તે અમુક કાલવતી હેય. તે