________________
મળેલ હેય અને પાછા કેઈ નિમિત્તથી જુદો પડે, જેમ સેનામાં પીળાશ છે તે સમવાયરૂપે છે પણ સેના સાથે જે ધુળનો સાગ છે, તે કેઈકારણથી મળેલ છે અને તે ધુળને સોગ કઈ કારણથી જુવે પણ પદ્ય શકે છે. માટે તેને સંબંધિસંયોગ કહે છે. ' . . ' - ૨૨–વસ્તુઓમાં આદિ અને અનાદિ-એવા બે ધર્મ રહેલા છે. આદિધર્મ એટલે જે વસ્તુ કેઈ કાલે પણ કોઈ નિમિત્તથી, અનુમાન પ્રમાણુથી પ્રત્યક્ષ પ્રમાણ વા પક્ષ પ્રમાણથી પણ ઉત્પન્ન થતી જણાતી હોય તથા તેને નાશ થતે પણ જણાતો હોય તે તે આદિધર્મ કહેવાય અને જેની ઉત્પત્તિ અથવા નાશ કેઈપણ પ્રમાણથી સિદ્ધ ન થતો હોય તે અનાદિ ધર્મ કહેવાય. આદિધર્મ તે દ્રવ્યર્યાય કે ગુણપર્યાયમાં હોય છે, અને અનાદિ ધમ તે મૂલ છ દ્રવ્યમાં છે. જેમ ઘટ પટ વિગેરે જે જે દશ્ય પદાર્થો આપણે જોઈએ છીએ, તે પદાર્થો શામાંથી ઉત્પન્ન થયા છે તે આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. એની કદાચ પ્રત્યક્ષ ઉત્પત્તિ ન દેખીએ, પણ અનુમાનથી આપણે જાણીએ છીએ કે ઘટ પદાર્થ માટીમાંથી ઉત્પન્ન થયે છે અને તેને નાશ થઈ ઠીકરા ધુળવિગેરે થશે માટે તેને આદિધર્મ કહે. વળી આદિધર્મનું એવું પણું લક્ષણ છે કે જે પદાર્થ જેમાંથી ઉત્પન્ન થયે તે વસ્તુ તથા તેનો નાશ થઈ શું થશે? તે બંને વસ્તુઓનું જગતમાં દશ્યમાનપણુંવા હયાતપણું હેય તેજ તે પદાર્થની આદિ કહેવાય, નહિ તે તે અનાદિ છે, એમ કહેવાય.
: ૨૩-પ્રથમ જર્ણવ્યા પ્રમાણે મૂલ છ દ્રવ્ય છે તે આદિ છે કે કેમ તેને વિચાર કરીએ. જીવ, પુદ્ગલ, ધર્મ અધર્મ, આકાશ અને કાલ. આ છ દ્રવ્યની ઉત્પત્તિ તથા નાશ જે વસ્તુમાંથી થયા હોય, તે વસ્તુનું હયાતીપણું કઈ પણ પ્રમાણથી સિદ્ધ થતું હોય, તો તે આદિ દ્રવ્ય કહેવાય, પણ તેમ છે નહિ, માટે તેને અનાદિ દ્રવ્ય કહે છે. અને આ છ વ્યની ઉત્પત્તિ તથા નાશ થયા પછીની જે વસ્તુ, તેનું હયાતીપણું જે કંઈ સિદ્ધ કરતું હોય તો તે વધ્યાપુત્ર કે આકાશપુષ્પવત છે. અર્થાત તે નિરર્થક છે. કેમકે જેનાથી તેની ઉત્પત્તિ સંભવે નહિ અને છે તેને નાશ સંભવતે નર્થી. માટે છએ દ્રવ્યના ઉપાદાન તથા નિમિત્ત કારણ ન હોવાથી તેને અનાદિ દ્રવ્ય કહે છે. ઉપર જણાવેલાં ઉપાદાન તથા નિમિત્તે કરણની તરતમતા સમજાવવા માટે સાત નનું સ્વરૂપ કહે છે. તેમાં પ્રથમ તે ત્રણ નય છે તે નિમિત્તના કારણના છે અને પછીના ચાર નય તે ઉપાદાન કારણના છે. તે નાનાં નામ તથા સ્વરૂપ બતાવે છે, સાત નાનાં નામ તથા તેને સામાન્ય શબ્દાર્થ કહે છે. ' '