________________
ખબર નથી, તેમજ તેને પણ અનુક્રમ રહ્યો નથી. જેમ એક ગામડામાં સ્કૂલ હતી. ૨૦-૨૫ છોકરાઓ બે ત્રણ કલાસમાં ભણતા હતા અને બે ત્રણ મા
સ્તરે હતા. છોકરાઓની બુદ્ધિ પ્રલિત થવા કેઈ વિદ્વાન બ્રાહ્મી ઔષધિનું હમેશાં છોકરાઓને પાન કરાવવા માસ્તરને સૂચના કરી, પણ ગામડાના જડ છોકરાઓ જેવા માસ્તરે પણ જડશેખર હતા. શહેરમાં બ્રાહ્મી ઔષધિની તપાસ કરતાં ન મળી, એટલે બ્રાંડી (દારૂ)ની ઉપર બ્રાહ્મીની સ્થાપના કરી અકેક વાટકીમાં પા અરધા રૂા. ભાર છોકરાઓને પાઈ દીધી અને પોતે પણ ગટગટાવી ગયા. પાંચ દશ મિનીટમાં નિસ્સો ચડવાથી ઘેલછામાં ધુમતા પહેલા કલાસના છોકરાઓ બીજા કલાસમાં અને ત્રીજાના પહેલા કલાસમાં ચડી બેઠા, તેમજ છોકરાઓના ક્લાસોમાં માસ્તરે ભળી ગયા અને માસ્તરની બેઠકે છોકરાઓ ચડી બેઠા. એ રીતે કલાસ, છોકરાઓ તથા માસ્તરની અવ્યવસ્થા થઈ પડી. તેમ સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપ એ ચાર સાધનોની અજ્ઞાનરૂપ નિસાથી અંધ બનેલા ધર્મગુરૂઓ તથા ધમે ભકતોએ અવ્યવસ્થા કરી નાખી છે. સમ્યજ્ઞાનાદિનું તે ભાન નથી; પણ વ્યવહારજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપનું સ્વરૂપ શું ? તેની પ્રાપ્તિ કેમ થાય ? તેનું પણ ભાન નથી. સામાયિકના પ્રકરણમાં જણાવી ગયો છું કે સામાયિક પારતી વખતે, દશ મનના, દશ વચનના તથા બાર કાયાના, એ બત્રીશ દોષ લાગ્યા હોય તો મિથ્યા થાઓ, પણ બત્રીશ દેષ કયા ? તેને એક પછી એક નાશ કેમ થાય ? તેનું ભાન કે જ્ઞાન ન હોય તો બત્રીશ દેષ મિથ્યા થાઓ, એમ બોલવાથી દોષને નાશ થત નથી. તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું અનુક્રમે યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના આત્મગુણની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ જ્ઞાન, પછી દર્શન, ચારિત્ર અને છેવટે તપ એમ અનુક્રમે સાધનના સેવનથી જ સાધ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે હાલતો પુછડે બળદ દરવાની માફક પ્રથમના ત્રણ ભેદના સ્વરૂપને ન સમજતાં તથા તેને ન સેવતાં પ્રથમ તપ કરવા માંડે છે. જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે
શ્રેણુક રાજા ક્ષાયિક સમ્યકત્વી, ઋષભનારા સંધયણું (ઉત્કૃષ્ટ, બલવાન શરીર બંધારણ) ધારક, એકાવતારી, તીર્થકર ગોત્રને બંધ કરનાર અને મહાવીર દેવને પરમ ભક્ત હતો, તેનાથી પણ નવકારશી (સૂર્યોદય પછી બે ઘડીએ ખાવું) નું પ્રત્યાખ્યાન બની શક્યું નહિ. શું બે ઘડીવાર ભૂખ્યા રહેતાં તે મરી જાય તેમ હતું ? વા તે મિનીટે મિનીટે ખાયા કરતા હતા ? કે નવકારસીનું ૫
ચ્ચખાણ કરી શક્યા નહિ. અને આજે તે જેને દુનીયાનું ભાન નથી, પણ પિતાના શરીરનું એ ભાન નથી, નાકમાંથી લીટ પણ નીકળતા હોય તેવા