________________
છે, તેમ ક્રોડ સુધીનું ચારિત્ર તથા તપ ક્રોધના નિમિત્તથી નિષ્ફલ થાય છે અને સંસારની વૃદ્ધિ કરે છે. માટેજ જ્ઞાનીઓ કહે છે કે વિષય કષાયાદિ દેષોને નાશ કર્યા વિના તથા વૃત્તિઓને જય કર્યા વિના જેન નામધારી હે કે સંન્યાસી નામધારી છે, પણ તેનું તપ-સંયમ, સંસાર વૃદ્ધિનું જ કારણ થાય છે, કલ્યાણનું કારણ થતું નથી. જે ગામ જવું છે તેનો રસ્તો જાણ્યા વિના માર્ગે ચાલતાં ભૂલો પડી રખડી મરે છે, તેમ તપસ્યાદિ સત્રવૃત્તિઓનું યથાર્થ રવરૂપ સમજ્યા વિના સંસારમાં ભવભ્રમણ કરતાં રખડી મરે છે. જેને શાસ્ત્રના ફરમાન મુજબ મોક્ષ માર્ગના ચાર પ્રકારમાં તપ એ છેલ્લે પ્રકાર છે. પહેલી, બીજી તથા ત્રીજી ચોપડી ભણ્યા વિના થી ભણી શકાતી નથી. ૧૨-૩ ના એક શિખ્યા વિના ૪ નો અંક શીખી શકાતું નથી. ચાર ગાઉ ઉપર ગામ હોય ત્યાં જનાર પ્રથમના ત્રણ ગાઉ ચાલ્યા વિના એથે ગાઉ જઈ શકતો નથી, તેમ પ્રથમની ત્રણ દશા મેળવ્યા વિના એથી તપ દશા મેળવી શકાય નહિ. શ્રીમાન કુંદકુંદાચાર્ય ભગવાન લખે છે કે –
" सम्यग्ज्ञानदर्शनचारित्रतपांसि मोक्षमार्गः" " મહાવીર દેવે મોક્ષના ચાર ઉત્કૃષ્ટ સાધને કહ્યાં છે. સમ્યજ્ઞાન-દેહાધ્યાસબુદ્ધિ તથા જગદાકાર વૃત્તિનો લય કરી આત્મસ્વરૂપને સાક્ષાત્કાર, તત્વભાવને આવિર્ભાવ, સમ્યગ્દર્શન-દેહથી ભિન્ન એવા આત્મસ્વરૂપની પ્રતીતિ, સમ્મચારિત્ર–આત્મસ્વરૂપમાંજ રમણતા વા સ્થિરતા, સમ્યક્ તપઈચ્છાઓને જ કરે, આ ચારે માર્ગનું સેવન અનુક્રમથીજ થઈ શકે છે. સંસારમાં જેમ પ્રથમ સગપણ, વિવાહ, દંપતી સમાગમ અને પછી પ્રજોત્પત્તિ થાય છે. સગપણ તથા વિવાહ થયા પહેલાં કૌમારાવસ્થામાં પતિસંગ કરી પ્રજોત્પત્તિ કરનાર સ્ત્રી વા પુરૂષ અનુચિતકમ કહેવાય છે, તેમ મેક્ષમાર્ગની ઉત્પત્તિ પણ સેમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી થઈ શકે છે. નાથથી બળદ હાંકનાર તેને સુખેથી દોરી જાય છે, પણ પુંછડેથી બળદ હાંકનારને બળદનો બોજો પિતાની ઉપર આવી પડવાથી પિતે તથા બળદ કોઈ પણ ચાલી શકતું નથી. જેમાં હાલ ઘણેભાગે પ્રથમ વયમાંજ તપસ્યા કરી પુછડેથી બળદ હાંકવાની માફક મહાવીર દેવના શાસનની વિચિત્ર દશા થઈ પડી છે. સમ્યજ્ઞાન, દર્શન તથા ચારિત્રના સ્વરૂપનું ભાન પણ ન હોય તેવાં નાનાં બાળકોને ઉપવાસાદિ તપસ્યા કરાવી બિચારા ભોળા લોકોને સન્માર્ગથી ભ્રષ્ટ કરી તેમને ઉન્માર્ગે ચડાવી દીધા છે. અરે ! સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપની વાત તો દૂર રહી, પણ વ્યવહાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની પણ